Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નુસરત જહાંએ પતિ નિખિલ જૈન માટે રાખ્યુ કડવા ચોથનુ વ્રત, વાયરલ થયા ફોટા

ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી જ તે કટ્ટરપંથીઓના નિશાના પર છે.

ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ જ્યારથી લગ્ન કર્યા છે ત્યારથી જ તે કટ્ટરપંથીઓના નિશાના પર છે પછી ભલે તેમની સામે ફતવો જારી થાય કે પછી તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય, તેમને કોઈ ફરક પડતો નથી. તેનુ લેટેસ્ટ ઉદાહરણ છે તેમની બેબાકીથી પૂજા પાઠ કરવી અને પોતાના પતિના ધર્મ સાથે જોડાયેલી દરેક પ્રથાને નિભાવવી. સિંદૂર અને મંગળસૂત્ર માટે ટીકાકારોના નિશાના પર આવેલી નુસરત જહાંએ કાલે સંપૂર્ણ પરંપરા સાથે કડવા ચોથનુ વ્રત રાખ્યુ અને રાતે ચાંદને અર્ધ્ય આપીને પોતાના પતિ નિખિલ જૈનના હાથે પાણી પીને ઉપવાસ તોડ્યો.

નુસરતની કડવાચોથના સુંદર ફોટા વાયરલ

નુસરતની કડવાચોથના સુંદર ફોટા વાયરલ

નુસરતના સુંદર કડવાચોથના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નુસરતે પોતાનુ પહેલુ કડવા ચોથ પણ બહુ સ્પેશિયલ રીતે સેલિબ્રેટ કર્યુ છે. તમને જણાવી દઈએ કે કડવા ચોથના દિવસે નુસરત આખો દિવસ શૂટિંગમાં બિઝી હતી પરંતુ તેમછતાં તેમણે વ્રત રાખ્યુ અને ચાંદ દેખાવા પર પતિના હાથે વ્રત ખોલ્યુ, નુસરત ફોટામાં ઘણી સુંદર દેખાઈ રહી છે, લોકો તેમના ફોટા પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

કોલકત્તામાં વેપારી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે નુસરતે

કોલકત્તામાં વેપારી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે નુસરતે

તમને જણાવી દઈએ કે ફિલ્મોની દુનિયાથી રાજકારણમાં આવેલી ટીએમસી સાંસદ નુસરત જહાંએ હાલમાં કોલકત્તામાં વેપારી નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે ત્યારથી જ તે લોકોના નિશાના પર છે. વાસ્તવમાં નુસરત મુસ્લિમ છે અને તેમણે જૈન રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા. નુસરત જ્યારથી સાંસદ તરીકે શપથ લેવા માટે પહોંચી તો તેમની માંગમાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરી રાખ્યુ હતુ. આ માટે પણ મુસ્લિમ કટ્ટરપંથીઓએ તેમના પર નિશાન સાધ્યુ હતુ. સિંદૂર લગાવવા વિશે મૌલવીઓએ નુસરત સામે ફતવો પણ જારી કર્યો હતો.

હું જન્મથી મુસલમાન રહી છુ અને હજુ પણ મુસલમાન છુ

હું જન્મથી મુસલમાન રહી છુ અને હજુ પણ મુસલમાન છુ

પોતાની સામે ફતવો જારી થવાના સમાચારો પર નુસરત જહાંએ કહ્યુ હતુ, હું એ વાતો પર ધ્યાન નથી આપતી જે નિરાધાર છે, હું પોતાના ધર્મને જાણુ છુ, હું જન્મથી મુસલમાન રહી છુ અને અત્યારે પણ મુસલમાન જ છુ. એ વિશ્વાસની વાત છે. તેને આપણે પોતાના દિલમાં અનુભવવાનુ હોય દિમાગમાં નહિ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X