યોગ્ય કારણ જણાવ્યા વિના લાંબા સમય સુધી પતિ કે પત્નીને યૌન સંબંધ ન બનાવવા દેવા માનસિક ક્રૂરતાઃ કોર્ટ

અલાહાબાદ હાઈકોર્ટે છૂટાછેડાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કોઈ યોગ્ય કારણ આપ્યા વિના પતિ કે પત્નીને લાંબા સમય સુધી સેક્સ કરવાની મંજૂરી ન આપવી એ માનસિક ક્રૂરતા સમાન છે.

જે દંપતીનો કેસ કોર્ટમાં પહોંચ્યો છે તેમના લગ્ન 1979માં થયા હતા. લગ્નના 7 વર્ષ પછી પત્ની આણુ થયુ. પતિએ આરોપ લગાવ્યો છે કે આણાના થોડા દિવસ બાદ પત્નીનુ તેના પ્રત્યેનું વલણ ઘણુ બદલાઈ ગયુ અને તેણે તેની સાથે તેની પત્ની તરીકે રહેવાની ના પાડી દીધી.

marriage

પતિનુ કહેવુ છે કે તેણે પત્નીને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી પરંતુ તેમ છતાં તેણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહીં. પતિનો આરોપ છે કે અમે થોડો સમય એક જ છત નીચે રહેતા હતા અને ત્યાર બાદ મારી પત્ની તેના મામાના ઘરે જતી રહી હતી. પતિ પોલીસ વિભાગમાં નોકરી કરે છે અને પોસ્ટિંગના સ્થળે જ રહેવુ પડે છે.

પતિએ દાવો કર્યો છે કે આણાના છ મહિના પછી જ્યારે મે પત્નીને પરત આવવા કહ્યુ ત્યારે તેણે ના પાડી અને છૂટાછેડા માટે અરજી કરી. 1994માં પતિ-પત્ની છૂટાછેડા માટે સંમત થયા અને બાદમાં પતિએ ફરીથી લગ્ન કર્યા.

પીડિત વ્યક્તિએ માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડાની માંગ કરી છે. અનેક નોટિસો બાદ પણ પત્ની ફેમિલી કોર્ટમાં હાજર થઈ ન હતી, ત્યાર બાદ કેસ એક્સ-પાર્ટી નિર્ણય તરફ આગળ વધ્યો હતો. જો કે, ફેમિલી કોર્ટને પૂરતા પુરાવા મળ્યા નહોતા, ત્યારબાદ તેણે તેને ફગાવી દીધો.

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અપીલમાં પીડિત પતિનુ કહેવુ છે કે પતિના દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા નથી. કોર્ટે કહ્યું કે પતિ દ્વારા નીચલી કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો ફોટોકોપી હતા, જેને સ્વીકારી શકાય તેમ નથી. પત્નીએ ફરીથી લગ્ન કર્યા હોવાના કોઈ દસ્તાવેજ પણ નથી.

હાઈકોર્ટે કહ્યું કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પતિ-પત્ની બંને લાંબા સમયથી અલગ રહે છે, પત્નીએ વૈવાહિક જવાબદારી નિભાવવાનો ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે ફેમિલી કોર્ટના નિર્ણયને ફગાવીને પતિની છૂટાછેડાની અરજી સ્વીકારવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X