For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં પોલિસ-વકીલો વચ્ચે હિંસા, પત્રકારો સાથે પણ મારપીટ

દેશની રાજધાની દિલ્લીની તીસ હજારી કોર્ટમાં ભારે હોબાળો થયો છે. માહિતી મુજબ કોર્ટમાં પોલિસ અને વકીલો વચ્ચે કોઈ વાત માટે વિવાદ થયો અને જોતજોતામાં વિવાદ ઘણો વધી ગયો.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાની દિલ્લીની તીસ હજારી કોર્ટમાં ભારે હોબાળો થયો છે. માહિતી મુજબ કોર્ટમાં પોલિસ અને વકીલો વચ્ચે કોઈ વાત માટે વિવાદ થયો અને જોતજોતામાં વિવાદ ઘણો વધી ગયો. એટલુ જ નહિ આ હિંસા દરમિયાન ફાયરિંગના પણ સમાચાર મળી રહ્યા છે. બે વકીલોના ઘાયલ થવાના પણ સમાચાર છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. વળી, હિંસા બાદ સ્થિતિ એટલી હદે વધી ગઈ કે કોર્ટ પરિસરમાં આગ સાથે ઘણી ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી. પોલિસની અમુક ગાડીઓને આગના હવાલે કરી દેવામાં આવી છે. વળી, પત્રકારો સાથે પણ મારપીટ કરવામાં આવી છે.

વકીલો અને દિલ્લી પોલિસ વચ્ચે હિંસા

વકીલો અને દિલ્લી પોલિસ વચ્ચે હિંસા

માહિતી મુજબ તીસ હજારી કોર્ટમાં હિંસાનો સમગ્ર સમામલો શનિવારે બપોરે 3 વાગ્યાનો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પાર્કિંગ માટે વકીલો અને પોલિસ વચ્ચે આ વિવાદ શરૂ થયો જે ધીરે ધીરે મોટી હિંસામાં ફેરવાઈ ગયો. આ દરમિયાન ફાયરિંગના પણ સમાચાર છે. જેમાં બે વકીલોના ઘાયલ થયા છે અને તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

ગાડીઓમાં લગાવવામાં આવી આગ, સ્થિતિ તણાવપૂર્ણ

ગાડીઓમાં લગાવવામાં આવી આગ, સ્થિતિ તણાવપૂર્ણ

વળી બે વકીલોના ઘાયલ થયા બાદ હોબાળો એટલો વધી ગયો અને આગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ કોર્ટ પરિસરમાં ઉભેલી અમુક ગાડીઓને આગના હવાલે પણ કરવામાં આવી છે. આમાં પોલિસની ગાડીઓ પણ શામેલ છે. ઘણી ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી છે. વળી, તણાવપૂર્ણ સ્થિતિને જોતા પોલિસ પ્રશાસને બીજા જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવી લીધી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના આ સાંસદે સોનિયા ગાંધીને પત્ર લખી શિવસેનાને સમર્થન આપવાની વાત કહીઆ પણ વાંચોઃ કોંગ્રેસના આ સાંસદે સોનિયા ગાંધીને પત્ર લખી શિવસેનાને સમર્થન આપવાની વાત કહી

ભારે સંખ્યામાં પોલિસબળોની તૈનાતી

ભારે સંખ્યામાં પોલિસબળોની તૈનાતી

ઘટના સ્થળ પર ભારે સંખ્યામાં પોલિસબળોની તૈનાતી કરી દેવામાં આવી છે. આ દરમિયાન કવરેજ કરી રહેલા અમુક પત્રકારો સાથે પણ મારપીટ કરવામના સમાચાર છે. તીસ હજારી કોર્ટમાં થયેલા હોબાળામાં ઘાયલ બે વકીલોને દિલ્લીની સેન્ટ સ્ટીફન હોસ્પિટલમાં ભરત કરવામાં આવ્યા છએ. ડૉક્ટર તેમનો ઈલાજ કરી રહ્યા છે.

હિંસામાં બે વકીલ ઘાયલ, સેન્ટ સ્ટીફનમાં કરાયા ભરતી

હિંસામાં બે વકીલ ઘાયલ, સેન્ટ સ્ટીફનમાં કરાયા ભરતી

સમગ્ર મામલે દિલ્લી બાર કાઉન્સિલના ચેરમેન કેસી મિત્તલે કહ્યુ કે, ‘તીસ હજારી કોર્ટમાં દિલ્લી પોલિસ તરફથી વકીલો પર કરાયેલા હુમલાની અમે આકરી નિંદા કરીએ છીએ. અમને માહિતી મળી છે કે એક વકીલ ગંભીર રીતે ઘાયલ છે જ્યારે એક વકીલ સાથે લોકઅપમાં મારપીટ કરવામાં આવી. કેસની તપાસ કરવામાં આવી રહી છે. અમે દિલ્લીના વકીલોની સાથે ઉભા છીએ.'

પત્રકારો સાથે મારપીટ, ફોન છીનવ્યાના સમાચાર

પત્રકારો સાથે મારપીટ, ફોન છીનવ્યાના સમાચાર

તીસ હજારી કોર્ટમાં થયેલા હોબાળા દરમિયાન પત્રકારો સાથે પણ મારપીટ કરવામા આવી. ન્યૂઝ એજન્સી એએનઆઈના એક પત્રકારને વકીલોએ માર્યો છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે વકીલો અને દિલ્લી પોલિસ વચ્ચે થયેલી ઝડપને તે કવર કરી રહ્યા હતા. ત્યાં હાજર વકીલોએ આ દરમિયાન ઘટનાને કવર કરવાથી રોક્યા અને તેમના મોબાઈલ ફોન પણ છીનવી લીધા.

English summary
Pics: Scuffle between Delhi Police and lawyers Tis Hazari court Delhi, vehicle set ablaze at premises
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X