કાશીના દ્વારે પહોંચ્યા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પીએમ મોદીના નામાંકનમાં લેશે ભાગ

નામાંકન દરમિયાન એનડીએ પોતાની પૂરી શક્તિ બતાવશે એટલા માટે આજે સવારથી પીએમના નામાંકનમાં ભાગ લેવા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ વારાણસી પહોંચ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીથી પોતાનું નામાંકન કરશે. આ પહેલા ગુરુવારે પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં રોડ શો કર્યો હતો જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો શામેલ થયા હતા અને આજે પણ તેમના નામાંકન દરમિયાન એનડીએ પોતાની પૂરી શક્તિ બતાવશે એટલા માટે આજે સવારથી પીએમના નામાંકનમાં ભાગ લેવા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ વારાણસી પહોંચ્યા. કાશીની ધરતી પર પગ મૂક્યા બાદ ઉદ્ધવ સીધા 'કાશીના કોતવાલ' કહેવાતા 'બાબા કાલ ભૈરવ'ના દર્શન કરવા પહોંચ્યા જ્યાં તેમણે સવાર સવારમાં વિધિવત પૂજા-અર્ચના કરી અને 'બાબા કાલ ભૈરવ'ના આશીર્વાદ લીધા.

ઉદ્ધવ ઠાકરેએ કાલ ભૈરવ મંદિરમાં કરી પૂજા-અર્ચના

માન્યતા છે કે કાશીમાં કાલ ભૈરવને સ્વયં મહાદેવે નિયુક્ત કર્યા હતા. કાશીમાં રહેવા માટે દરેક વ્યક્તિને ‘બાબા કાલ ભૈરવ'ની મંજૂરી લેવી પડે છે અને એટલા માટે મોદીએ પણ ગુરુવારે ‘બાબા કાલ ભૈરવ'ની પૂજા કરી હતી. ખાસ વાત છે કે આ એક એવા ભગવાન છે જ્યાં દરેક પ્રકારનો પ્રસાદ ચઢે છે. ભલે તે ટૉફી, બિસ્કિટ, મિઠાઈ, ગાંજો-ભાંગ ત્યાં સુધી કે દારૂ પણ કેમ ના હોય. માનવામાં આવે છે કે તેમના દર્શન કર્યા વગર વિશ્વનાથના દર્શન અધૂરા માનવામાં આવે છે.

રોડ શોમાં ભાજપે કર્યુ શક્તિ પ્રદર્શન

રોડ શોમાં ભાજપે કર્યુ શક્તિ પ્રદર્શન

પોતાના રોડ શો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધિત કરીને કહ્યુ કે જો તમારા લોકોની મંજૂરી હોય તો હું કાલે ફોર્મ ભરી દઉ. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો મોદી-મોદીના નારા લાગવા લાગ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ભલે કંઈ પણ થઈ જાય દેશહિત સિવાય કોઈ બીજાનું હિત નહિ વિચારુ. ભલે તે પુલવામાનો સંકેત હોય, ઉરીની ઘટના હોય કે પછી મારા જીવનની અન્ય કોઈ પણ, મારો એક જ મંત્ર છે અને તે જ મંત્ર લઈને હું જીવ્યો છુ. ઈન્ડિયા ફર્સ્ટ.

કાશીએ મને માત્ર એમપી નહિ પરંતુ પીએમ બનવાના આશીર્વાદ આપ્યાઃ પીએમ

કાશીએ મને માત્ર એમપી નહિ પરંતુ પીએમ બનવાના આશીર્વાદ આપ્યાઃ પીએમ

પીએમે કહ્યુ કે કાશીએ મને માત્ર એમપી નહિ પરંતુ પીએમ બનવાના આશીર્વાદ આપ્યા. મને 130 કરોડ ભારતીયોના વિશ્વાસની તાકાત આપી. સમર્થ, સંપન્ન અને સુખી ભારત માટે વિકાસ સાથે સાથે સુરક્ષા મહત્વની છે. સાથીઓ, મારો એ મત રહ્યો છે કે પરિવર્તન ત્યારે જ સાર્થક અને સ્થાયી હોય છે જ્યારે જન-મન બદલાય છે. આ જન-મનને સાધવા માટે તપસ્યા કરવી પડે છે.

ભારત પણ તપસ્યાના દોરમાં છેઃ પીએમ મોદી

ભારત પણ તપસ્યાના દોરમાં છેઃ પીએમ મોદી

હું માનુ છુ કે આ સમયે ભારત પણ તપસ્યાના દોરમાં છે. તે પોતાને સાધી રહ્યુ છે અને આ સાધનામાં આપણે બધા એક સેવક છે, સાધક છે. જે સપનુ મનમાં છે તે પૂરુ થઈ ગયુ એવો હું ક્યારેય દાવો નથી કરતો પરંતુ એ સપનુ પૂરુ કરવાની દિશામાં અમારો રસ્તો અને ઝડપ યોગ્ય છે એ હુ જરૂર કહી શકુ છુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X