ભારત સાથે સમગ્ર દુનિયાએ કર્યા યોગ, સ્મૃતિ-શિલ્પા-પિયુષ ગોયલે કર્યા આસન
આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યો છે. આજે આખી દુનિયામાં યોગાભ્યાસના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.
આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યો છે. આજે આખી દુનિયામાં યોગાભ્યાસના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાંચીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાના રોહતકમાં યોગ કર્યા. તમને જણાવી દઈએ કે આ વખતે આંતરરાષ્ટ્રપીય યોગ દિવસ 2019 માટેની થીમ ક્લાઈમેટ એક્શન છે.
આ પણ વાંચોઃ AN-32 ક્રેશમાં શહીદ 13 સૈનિકોના મૃતદેહ આજે લવાશે દિલ્લી, રાજનાથ સિંહ આપશે શ્રદ્ધાંજલિ

35000 લોકો સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કર્યા યોગ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે રાંચીના પ્રભાત તારા મેદાનમાં પહોંચ્યા જ્યાં તેમણે 35000 લોકો સાથે યોગ કર્યા. આ પ્રસંગે પીએમ મોદી સામાન્ય જનતાને પણ સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ‘આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે તો આપણે યોગને રિસર્ચ પર પણ જોર આપવુ પડશે.'

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કર્યા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વભરમાં યોગાભ્યાસ કરનાર બધા લોકોને મારી શુભકામનાઓ. યોગ સંપૂર્ણ માનવતાને ભારત તરફથી ઉપહાર છે. આ સ્વસ્થ જીવન અને મન અને શરીર વચ્ચેનું યોગ્ય સંતુલન જ કુંજી છે. આવો યોગના ઉત્સવનો હિસ્સો બનીએ - રાષ્ટ્રપતિ કોવિંદ
|
નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ નાગપુરમાં કર્યા યોગ.
|
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં યોગ કર્યા. તેમની સાથે ઉપમુખ્યમંત્રી દિનેશ શર્મા પણ હાજર રહ્યા.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયા પર લોકો સાથે કર્યા યોગ.
|
INS વિરાટ પર જવાનોએ કર્યા યોગ
મુંબઈમાં INS વિરાટ પર પણ જવાનોએ યોગ દિવસ મનાવ્યો. અહીં સેંકડોની સંખ્યામાં જવાનોએ યોગ કર્યા. આ નઝારો પોતાનામાં ઘણો અલૌકિક હતો.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દિલ્લીના દ્વારકા વિસ્તારમાં
યોગ સમારંભમાં કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ યોગાભ્યાસ કર્યો.

પીયુષ ગોયલ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે યોગ કરતા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ઘણા ખુશ જોવા મળ્યા.
|
હરિયાણા
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની ઘોડેસવાર ટીમે ગુરુગ્રામમાં બીએસએફ શિબિરમાં ઘોડાઓ પર યોગાભ્યાસ કર્યો.
|
હિમાચલ પ્રદેશ
કિન્નૌર જિલ્લામાં ભારત-ચીન સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે યોગ કરતા આઈટીબીપીના જવાન.

કર્ણાટક
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે બેંગલુરુ સ્થિત પોતાના નિવાસ સ્થાને યોગ કરતા પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા.












Click it and Unblock the Notifications
