મોટાં માથાંએ કરાવી હતી હરેન પંડ્યાની હત્યા? પ્રશાંત ભૂષણ પાસે છે સબૂત!
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાની નવી રીતે તપાસ કરવાની માંગને લઈને એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી હરેન પંડ્યાના મોતના 16 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી એક એનજીઓ તરફથી પ્રસિદ્ધ વકીલ પ્રશાંત ભૂષણે કરી છે. પ્રશાંત ભૂષણના માધ્યમથી દાખલ થયેલ આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જ પ્રકાશમાં આવેલ કેટલીક ચોંકાવનારી જાણકારીને કારણે આ અરજીની આવશ્યકતા ઉદ્ભવી છે.
જણાવી દઈએ કે ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની 2003માં તેમના ઘરની બહાર ગોલી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યૂરોએ કરી હતી. ટ્રાયલ કોર્ટે હત્યા માટે 12 વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા હતા, પરંતુ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે તેમને એમ કહીને છોડી દીધા હતા કે તપાસ એજન્સીએ પોતાની તપાસમાં અસંગતતા દાખવી છે.
ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરના એક સાક્ષી આઝમ ખાને ગત શનિવારે એક નીચલી અદાલતને જણાવ્યું કે સોહરાબુદ્દીને ગુજરાતના પૂર્વ મંત્રી હરેન પંડ્યાની હત્યા કરી હતી. સાક્ષીએ દાવો કર્યો કે ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારાએ પંડ્યાની હત્યા માટે કથિત આદેશ આપ્યા હતા. આઝમ ખાને કોર્ટમાં જજ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતા કહ્યું કે સોહરાબુદ્દીન શેખે તેને કહ્યું હતું કે ડીજી વણઝારા દ્વારા હરેન પંડ્યાને મારવાની સુપારી આપવામાં આવી હતી, જેનો તેણે અંજામ આપ્યો હતો.
જણાવી દઈએ કે હરેન પંડ્યા અમદાવાદની એલીસ બ્રિજ સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા. નરેન્દ્ર મોદીને 2001-02માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તેઓ એલિસ બ્રિજની સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છતા હતા પરંતુ હરેન પંડ્યાએ તેમની સીટ ખાલી ન કરતાં આખરે નરેન્દ્ર મોદીએ વજુભાઈ વાડાની રાજકોટ સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડવાની ફરજ પડી હતી.
PSLVના સફળ પરીક્ષણ પર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા