For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PSLVના સફળ પરીક્ષણ પર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

PSLVના સફળ પરીક્ષણ પર પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડીઆરડીઓએ ગુરુવારે લૉન્ગ રેસ સરફેશ ટૂ એર મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું. ડીઆરડીઓની આ સફળતા પર પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ડીઆરડીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું કે હું વૈજ્ઞાનિકોને તેમની એક મોટી સફળતા પીએસએલવીને સફળ લૉન્ચ અપાવવા માટે શુભેચ્છા પાઠવું છું. આ લૉન્ચ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ સફળ પરિક્ષણ બાદ આવું કરનાર ભારત ચોથો દેશ બની ગયો છે.

modi

જણાવી દઈએ કે આ પરીક્ષણ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના શતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું. પોલર સેટેલેાઈટ લૉન્ચ વ્હીકલ સ4-44એ માઈક્રોસેટ-આર અને કલામસેટ સેટેલાઈટે ઉડાણ ભરી. બંને સેટેલાઈટ તેમની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા. આ વાતની જાણકારી ટ્વિટરના માધ્યમથી શેર કરવામાં આવી છે. આ સેટેલાઈટની ખાસ વાત એ છે કે તેને માત્ર 12 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યો છે, આ દુનિયાભરમાં ઈસરોનો સૌથી નાનો સેટેલાઈટ છે જે એક કોમ્યુનિકેશન સેટેલાઈટ છે. આ સેટેલાઈટને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ સેટેલાઈટને તમિલનાડુના ધોરણ 10ના વિદ્યાર્થીએ તૈયાર કર્યો છે અને તેને 28 કલાકની ઉડાણ બાદ ગુરુવારે લૉન્ચ કરવામાં આવ્યો. આ સફળ લૉન્ચ બાદ ઈસરોના પ્રમુખ સિવને કહ્યું કે હું ઈચ્છું છું કે ઈસરો તમામ વિદ્યાર્થીઓ માટે હંમેશા ઉપલબ્ધ છે અને હું ઈચ્છું છું કે વિદ્યાર્થીઓ પોતાના બનાવેલ સેટેલાઈટ અમારી પાસે લાવે અને તેને લૉન્ચ કરવામાં અમે તમારી મદદ કરીશું.

આ પણ વાંચો- સર્વેઃ યુપીમાં અખિલેશ-માયાવતી આગળ ફેલ થયુ 'મોદી મેજિક', મહાગઠબંધનને 51 સીટો

English summary
PM Narendra Modi congratulates scientists for yet another successful launch of PSLV.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X