For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષનુ મોટુ નિવેદન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના એક નિવેદને રાજકીય ગલીઓમાં હલચલ પેદા કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનનો રાજકીય પારો ચરમ પર છે અને સૌની નજરો હાઈકોર્ટના ચુકાદા પર લાગેલી છે. વળી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના એક નિવેદને રાજકીય ગલીઓમાં હલચલ પેદા કરી દીધી છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં પુનિયાએ કહ્યુ કે જો સ્થિતિ મંજૂરી આપશે તો સચિન પાયલટ રાજ્યના સીએમ પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે પુનિયાએ એ વાત ત્યારે કહી જ્યારે તેમને પૂછવામાં આવ્યુ હતુ કે શું સચિન પાયલટ રાજસ્થાનના સીએમ બની શકે છે? જો કે પુનિયાએ એ પણ કહ્યુ કે હાલમાં કેસ કોર્ટમાં છે. એવામાં આ વિશે હજુ કોઈ પ્રકારની ટિપ્પણી કરવી યોગ્ય નહિ રહે.

'સચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રી'

'સચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રી'

પુનિયાએ કહ્યુ કે સચિન પાયલટે અમુક વાતોનુ ધ્યાન રાખીને જ આ પગલુ ઉઠાવ્યુ છે, તેમને શું કરવાનુ છે, કેવી રીતે કરવાનુ છે, એ તેમણે વિચારવાનુ છે, તેમની એક્શન બાદ અમે કંઈ વિચાર કરીશુ પરંતુ પુનિયાના આ નિવેદને કોંગ્રેસ જૂથમાં ખળભળાટ પેદા કરી દીધી છે અને અટકળોનુ બજાર ગરમ કરી દીધુ છે.

'કોંગ્રેસનો ઈમ્યુનિટી પાવર ઘણો નબળો'

'કોંગ્રેસનો ઈમ્યુનિટી પાવર ઘણો નબળો'

પુનિયાએ આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે કોરોના સંકટમાં રાજ્યની જનતા કોરોનાથી તો બચી જશે કારણકે તેમનો ઈમ્યુનિટી પાવર ઘણો સારો છે પરંતુ કોંગ્રેસનો ઈમ્યુનિટી પાવર ઘણો નબળો લાગે છે. હાલમાં કોંગ્રેસ પોતાની જ છવાયેલી જાળમાં ફસાતી દેખાઈ રહી છે. લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટ જૂથના ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાની એ અરજીને સ્વીકારી લીધી છે જેમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની વાત કહેવામાં આવી હતી, રાજસ્થાન હાઈકોર્ટમાં સચિન પાયલટ જૂથની અરજી પર સુનાવણી શરૂ થઈ ગઈ છે અને કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી કાનૂની પક્ષ રાખવામાં આવી રહ્યો છે.

પાયલટ જૂથની અરજી પર હવે કેન્દ્ર પણ પક્ષકાર

પાયલટ જૂથની અરજી પર હવે કેન્દ્ર પણ પક્ષકાર

તમને જણાવી દઈએ કે રાજસ્થાન વિધાનસભા સ્પીકરે સચિન પાયલટ અને તેમના સમર્થક વિદ્રોહી ધારાસભ્યોને અયોગ્ય ગણાવવા માટે એક નોટિસ મોકલી હતી જેની સામે સચિન પાયલટ જૂથે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અરજી પર સુનાવણી પૂરી થઈ ચૂકી છે ત્યારબાદ આજે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

રાજસ્થાન રાજકીય સંકટઃ હાઈકોર્ટે માની પાયલટની માંગ, કેન્દ્ર સરકાર પણ કેસમાં બની પાર્ટીરાજસ્થાન રાજકીય સંકટઃ હાઈકોર્ટે માની પાયલટની માંગ, કેન્દ્ર સરકાર પણ કેસમાં બની પાર્ટી

English summary
Pilot can become the CM of Rajasthan "if the situation allows" said BJP state president Satish Poonia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X