For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ: પૂર પીડિતો માટે વગર પગારે વિમાન ઉડાવશે પાયલોટ

કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે અને આખું રાજ્ય પૂરની ઝપેટમાં છે. હાલમાં દરેક લોકો પૂર પીડિતોનો મદદ માટે આગળ આવી રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે અને આખું રાજ્ય પૂરની ઝપેટમાં છે. હાલમાં દરેક લોકો પૂર પીડિતોનો મદદ માટે આગળ આવી રહ્યા છે. લોકો પૂર પીડિતોની મદદ માટે દરેક સંભવ મદદ કરી રહ્યા છે. આ પ્રયત્નમાં ઇન્ડિયન કમર્શિયલ પાયલટ એસોસિયેશન ઘ્વારા રવિવારે પ્રધાનમંત્રીને પત્ર લખીને કેરળ પૂર પીડિતોની મદદ માટે મફતમાં પ્લેન ઉડાવવાની રજૂઆત કરી છે. જેથી તેઓ વધારે લોકોની મદદ કરી શકે.

વાંચો: કેરળના પૂર પીડિતો માટે ઘણા રાજ્યોએ કર્યુ મદદનું એલાન

વગર પગારે વિમાન ઉડાવશે

વગર પગારે વિમાન ઉડાવશે

એસોસિયેશન ઘ્વારા પત્ર લખીને જણાવવામાં આવ્યું કે અમે પગાર વિના પૂર પીડિતોની મદદ માટે ચાલી રહેલા ઓપરેશનમાં પ્લેન ઉડાવવા માટે તૈયાર છે. અમે આ મુશ્કિલ સમયમાં પોતાનું યોગદાન આપીને પીડિતોની મદદ કરવા માંગીયે છે, જેથી રાહત અને બચાવ કામ ઝડપી થઇ શકે. તેની સાથે સાથે એસોસિયેશન ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રદેશમાં સ્થિતિ સારી થાય પછી તમે પણ એર ઇન્ડિયાના કર્મચારીઓની સમસ્યા તરફ ધ્યાન આપશો.

આઇએએફ એસોસિયેશનની પહેલ

આઇએએફ એસોસિયેશનની પહેલ

આંધ્રપ્રદેશના આઈએએસ ઓફિસર એસોસિયેશન ઘ્વારા પોતાના સદસ્યોની એક દિવસની સેલરી કેરળ પૂર પીડિતોની મદદ માટે આપશે. કેરળના મુખ્યમંત્રી પીનારાયી વિજયન ઘ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કેરળ પૂર પીડિતોની મદદ માટે આગળ આવે. હાલમાં તમામ એનજીઓ અને પ્રદેશ સરકારો કેરળની મદદ માટે આગળ આવી છે.

એસબીઆઇ બેન્કે 2 કરોડ રૂપિયા આપી કેરળના પૂરગ્રસ્તોને કરી મદદએસબીઆઇ બેન્કે 2 કરોડ રૂપિયા આપી કેરળના પૂરગ્રસ્તોને કરી મદદ

પીએમે મુલાકાત કરી

પીએમે મુલાકાત કરી

ધ્યાન આપવા જેવી બાબત છે કે કેરળમાં આવેલા પુરમાં અત્યારસુધીમાં 357 લોકોની મૌત થઇ ચુકી છે, જયારે ઘણા લોકો બેઘર બની ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાતે કેરળ પહોંચીને પૂર સ્થિતિની માહિતી લીધી. એટલું જ નહીં પરંતુ પૂર પીડિતો માટે તેમને 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી. પ્રધાનમંત્રીએ મૃતક પરિવારને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

English summary
Pilots ready to work without salary to help Kerala flood victims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X