Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેરળના પૂર પીડિતો માટે ઘણા રાજ્યોએ કર્યુ મદદનું એલાન

કેરળ અત્યાર સુધીના સૌથી ભયાનક પૂર પ્રકોપમાંથી પસાર થઈ રહ્યુ છે. ઘણા રાજ્યોએ કેરળને મદદ કરવાની ઘોષણા કરી છે.

કેરળ અત્યાર સુધીના સૌથી ભયાનક પૂર પ્રકોપમાંથી પસાર થઈ રહ્યુ છે. આ દક્ષિણ રાજ્યમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકો માર્યા ગયા છે. કેરળની મદદ માટે દરેક જગ્યાએથી મદદના હાથ આગળ આવી રહ્યા છે. શનિવારે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળને 500 કરોડનું રાહત પેકેજ આપવાનું એલાન કર્યુ છે. આ ઉપરાંત ઘણા રાજ્યોએ કેરળને મદદ કરવાની ઘોષણા કરી છે. ઓડિશા, પંજાબ, હરિયાણા સહિત ઘણા રાજ્ય કેરળની મદદ માટે આગળ આવ્યા છે.

કેરળની મદદ માટે આગળ આવ્યા રાજ્ય

કેરળની મદદ માટે આગળ આવ્યા રાજ્ય

કેરળમાં આવેલા પૂરના કારણે સમગ્ર રાજ્યમાં ભયંકર વિનાશ સર્જાયુ છે. પૂરથી પીડિત લોકોની મદદ કરવા માટે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને મુખ્યમંત્રી રાહત ફાળા દ્વારા મદદ માંગી છે. આ ઉપરાંત સેના અને ઘણા એનજીઓ રાજ્યમાં પૂર પીડિતોની મદદ માટે દિવસ-રાત કાર્ય કરી રહ્યા છે. હવે કેરળની મદદ માટે ઘણા રાજ્યો પણ આગળ આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેરળને 10 કરોડની મદદ કરવાનું એલાન કર્યુ છે. કેજરીવાલે પૂરની સ્થિતિ અંગે કેરળના સીએમ સાથે વાત પણ કરી.

પંજાબ-ઓડિશાએ પણ કરી મદદ

પંજાબ-ઓડિશાએ પણ કરી મદદ

પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કેરળને 10 કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યુ છે. પંજાબ દ્વારા આપવામાં આવેલા 10 કરોડ રૂપિયામાંથી 5 કરોડ મુખ્યમંત્રી રાહત ફાળામાં આપવામાં આવશે. વળી, 5 કરોડ રૂપિયા સામાનના રૂપમાં કેરળ મોકલવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ આ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 5 કરોડ રૂપિયાની મદદ કરવાનું એલાન કર્યુ છે. આ સાથે જ ઓડિશાના મુખ્યમંત્રીએ રેસ્ક્યુ ઓપરેશન માટે બોટ સાથે 245 ફાયર કર્મિયોને મોકલવાની ઘોષણા કરી છે.

એસબીઆઈએ આપ્યા 2 કરોડ રૂપિયા

એસબીઆઈએ આપ્યા 2 કરોડ રૂપિયા

બિહારના મુખ્યમંત્રીએ પણ મુખ્યમંત્રીએ પણ મુખ્યમંત્રી રાહત ફાળા દ્વારા કેરળના પૂર પીડિતો માટે 10 કરોડની મદદ કરી છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પણ કેરળ માટે 10 કરોડની મદદનું એલાન કર્યુ છે. દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંકે પણ પૂર પીડિતોની મદદ માટે 2 કરોડ રૂપિયા દાન કર્યા છે. એસબીઆઈએ મુખ્યમંત્રી રાહત ફાળાને 2 કરોડ રૂપિયાની મદદ મોકલી છે. એસબીઆઈએ સુવિધાઓ પર લાગતા ચાર્જમાં પણ છૂટ આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X