"ભાજપ સરકાર ધર્મનિરપેક્ષતા નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે"

Written By:
Subscribe to Oneindia News
Ahmedabad: In Khanpur near BJP office 60 crows died

કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરો પ્રહાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી હાલ કેરળમાં પાર્ટી અને સંઘના કાર્યકર્તાઓ સાથે થતી હિંસા અને હત્યાના વિરોધમાં યાત્રા કરી રહી છે, જેને 'જન રક્ષા પદયાત્રા' નામ આપવામાં આવ્યું છે. ભાજપની આ પદયાત્રા હજુ 14 દિવસ ચાલશે. એવામાં પિનરાયી તરફથી નિવેદન આવ્યું છે કે, કોઇએ એમ ન વિચારવું કે તેઓ અમને ડરાવી શકે છે. તેમને જો લાગતું હોય કે તેઓ કન્દ્ર અને અન્ય રાજ્યોમાં જૂના આરએસએસ ચહેરા સાથે કંઇ પણ કરી શકે છે, તો તેઓ ભ્રમમાં છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આરએસએસ કાર્યકર્તાઓની હત્યાના તાર તેમના જ વરિષ્ઠ નેતાઓ સાથે જોડાયેલા છે.

kerala cm pinrayo vijayan

પિનરાયીએ આગળ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર ધર્મનિરપેક્ષતા નષ્ટ કરવાનો પ્રયત્ન કરી રહી. નથુરામ ગોડસેને પોતાના ભગવાન માનનારા પાસે કેરળે શાંતિના પાઠ ભણવાની જરૂર નથી. જો તમે અમને ધમકી આપવાનો પ્રયત્ન કરી રહ્યાં હોવ, તો ધ્યાન રાખજો કે અમારી પાસે આવા પડકારોનો સામનો કરવાની હિંમત છે. આ પહેલાં સોમવારે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, માકપા હત્યાની રાજનીતિ કરી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, વામ પાર્ટી હતાશાનો શિકાર છે અને તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ સરકાર પ્રાયોજિત હિંસા શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપની આ 15 દિવસ લાંબી પદયાત્રાના કાર્યક્રમમાં રોજ અલગ-અલગ નેતાઓ હાજર રહેશે, જેમાં સ્મૃતિ ઇરાની, ગિરિરાજ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, અનંત કુમાર, રાજવર્ધન સિંહ રાઠોડ અને વી.કે.સિંહના નામ મુખ્ય છે.

English summary
Pinarayi Vijayan comments on BJP Janraksha Yatra.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.