Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pinjab : ફ્રી-શીપ કાર્ડ અને સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ, આવી રીતે કરો આવેદન

પંજાબની ભગવંત માન સરકાર શિક્ષણમાં એક પછી એક ક્રાંતિકારી પગલા ભરી રહી છે. આ ક્રમમાં સરકારે રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ફ્રી-શીપ કાર્ડ અને સ્કોલરશીપ માટે વિશેષ યોજના અમલમાં મુકી છે.

પંજાબના સામાજિક ન્યાય, સશક્તિકરણ અને લઘુમતી મંત્રી ડૉ. બલજીત કૌરે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરવામાં સહાય પૂરી પાડવાનો છે.

Dr. Baljit Kaur

પંજાબ સરકારની આ યોજના હેઠળ ફ્રી-શિપ કાર્ડ જારી કરવા અને ડો. આંબેડકર શિષ્યવૃત્તિ પોર્ટલ https://scholarships.punjab.gov પર 10મા ધોરણ પછી ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે અરજી કરવા ઑનલાઇન પોર્ટલ ખુલ્લુ મુકાયુ છે.

મંત્રી ડૉ. બલજીત કૌરે જણાવ્યુ કે, આ યોજનાની સૂચનાઓનો ઉલ્લેખ GOI માર્ગદર્શિકા માર્ચ 2021 માં યોજનાની વિગતોમાં કરવામાં આવ્યો છે. શિષ્યવૃત્તિ સંબંધિત તકનીકી સમસ્યાઓ માટે [email protected] પર ઇમેઇલ કરી શકાશે. આ અરજી કરવા માટે અરજદાર પંજાબનો રહેવાસી હોવો જોઈએ અને અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.

આના માટે અરજી કરનારા વિદ્યાર્થીના માતા-પિતા-વાલીની વાર્ષિક કૌટુંબિક આવક 2.5 લાખથી વધુ ન હોવી જોઈએ અને સરકારી, માન્યતાપ્રાપ્ત અથવા ખાનગી યુનિવર્સિટી/કોલેજ/શાળામાં અભ્યાસ કરતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. તેમણે એ પણ કહ્યું કે, ફ્રી-શિપ કાર્ડ ફક્ત નવા વિદ્યાર્થીઓને જ આપવામાં આવશે.

ફ્રી-શિપ કાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા પોર્ટલના હેલ્પ મેનૂમાં સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન અને ફ્રી-શિપ કાર્ડ મેન્યુઅલમાં ઉલ્લેખિત છે કરાઈ છે. રિન્યુઅલ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની જરૂર નથી, તેમની અરજીઓ સંસ્થાના IDમાં આપમેળે જનરેટ થઈ જશે.

આ ઉપરાંત શિષ્યવૃત્તિ ચુકવવા અરજદારનું બેંક ખાતું આધાર સીડ સાથે એક્ટિવ મોડમાં હોવું જોઈએ અને નવા વિદ્યાર્થીઓ માટે તહસીલદાર/નાયબ તહસીલદાર દ્વારા જારી કરાયેલ આવકનું પ્રમાણપત્ર ધ્યાનમાં લેવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમની સંસ્થાઓમાં ફ્રી-શિપ કાર્ડથી વિદ્યાર્થીઓને પ્રવેશ ફી લીધા વિના પ્રવેશ આપશે અને વિદ્યાર્થી સંસ્થામાં પ્રવેશ લીધા પછી તરત જ શિષ્યવૃત્તિ માટે અરજી કરે તેની ખાતરી કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X