India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 ઓક્ટોબરે ભારત-ચીન વચ્ચે કોર કમાંડર મીટિંગ પહેલા PLAએ રાખી એક શરત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાથમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર ચાલી રહેલ તણાવને પાંચ મહિના પૂરા થઈ ચૂક્યા છે. આ ટકરાવનો હજુ સુધી કોઈ ઉકેલ નીકળી શક્યો નથી અને ઠંડી થોડા દિવસોમાં જ શરૂ થવાની છે. 12 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે સાતમાં દોરી કોર કમાંડર વાતચીત થવાની છે. સૂત્રોની માનીએ તો આ વાતચીત પહેલા ચીને ડિસએન્ગેજમેન્ટ માટે એક શરત રાખીને સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. ચીની જવાન પેંગોંગ ત્સોના ઉત્તર કિનારે છે. દક્ષિણમાં ભારતીય સેનાએ પોતાની પકડને વધુ મજબૂત કરી છે.

પીએલએએ રાખી એક શરત

પીએલએએ રાખી એક શરત

પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના કમાંડર્સ તરફથી ભારત સામે નવી શરત રાખવામાં આવી છે. આ નવી શરત સાથે જ તેમણે સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. પીએલએના કમાડર્સ ઈચ્છે છે કે ઈન્ડિયન આર્મી પેંગોંગ ત્સોના દક્ષિણમાં રેજાંગ લા અને રેકિન લા રિઝને ખાલી કરી દે. ત્યારબાદ ચીનની સેના ફિંગર 4થી જતી રહેશે. ઈન્ડિયન આર્મીના કમાંડર્સનુ કહેવુ છે કે પીએલએને પહેલા ફિંગર ચારથી પાછળ હટવુ પડશે અને પછી તેણે ફિંગર આઠ સુધી એપ્રિલ 2020ની યથાસ્થિતિને ચાલુ કરવી પડશે. પીએલએ તરફથી ડિસએન્ગેજમેન્ટની જગ્યાએ ઠંડીની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચીને સોલર અને ગેસ હીટેડ ટ્રૂપ કન્ટેનર્સ ઉપરાંત સ્નો ટેંટ્સ લગાવ્યા છે. સરકારના અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પીએલએ ઠંડી માટે તૈયાર થઈ રહી છે. એક ગેસ હીટેડ કન્ટેનરને ચારથી છ જવાનો માટે હોય છે. આ ઉપરાંત ડેપ્થ એરિયામાં નવી હોસ્પિટલની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સુવિધા એ જવાનો માટે છે જેમને ઉંચાઈ પર શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અથવા તેમના આરોગ્ય સાથે જોડાયેલી બીજી બિમારીઓ થઈ રહી છે.

પીએલએએ કરી સ્થિતિને બદલવાની કોશિશ

પીએલએએ કરી સ્થિતિને બદલવાની કોશિશ

ભારતના ટૉપ આર્મી ઑફિશિયલની માનીએ તો પીએલએ તરફથી પહેલા યથાસ્થિતિને બદલવાની કોશિશ કરવામાં આવી છે. તેમણે પહેલા ત્યાંથી પાછળ હટવુ પડે અને ભરોસો સ્થાપિત કરવો પડશે. પીએલએએ એલએસીના આગળ સુધી પોતાની પોસ્ટને ચાલુ રાખી છે. સેના માની રહી છે કે જો ભારતે રેજાંગ લા અને રેકિન લાને ખાલી કરી દીધુ તો પીએલએ અહીં કબ્જો કરી લેશે. 29-30 ઓગસ્ટે થયેલા સંઘર્ષમાં ભારતે આ ચોટીઓ પર પોતાની પકડ મજબૂત કરી છે. અધિકારીના જણાવ્યા મુજબ પીએલએ, ભારત તરફથી કોઈ બોનસની આશા કરી રહ્યુ છે અને ઈચ્છે છે કે તે લદ્દાખથી પાછળ હટી જાય તો તેણે રાહ જોવી પડશે. પીએલએ કમાંડર ઈન ચીફના નિર્દેશો પર તેમણે એલએસીની યથાસ્થિતિમાં પરિવર્તન કર્યુ છે. તેમણે પહેલા યથાસ્થિતિને ચાલુ કરવી પડશે.

ચીનની દરેક ગતિવિધિ પર ભારતની નજર

ચીનની દરેક ગતિવિધિ પર ભારતની નજર

બંને દેશોના લગભગ 50,000 સૈનિક અત્યાર એલએસી પર તૈનાત કરી દીધા છે. 21 સપ્ટેમ્બરે બંને દેશો વચ્ચે છઠ્ઠા દોરની કોર કમાંડર વાતચીત થઈ હતી. પહેલાની જેમ આ વખતે પણ વાતચીત પરિણામહીન રહી. 12 ઓક્ટોબરે બંને દેશો વચ્ચે કોર કમાંડર વાતચીત થવાની છે. 29 અને 30 ઓગસ્ટે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે પેંગોંગ ત્સોના દક્ષિણ ભાગમાં ચુશુલ સેક્ટમાં ટકરાવ થયો હતો. ત્યારબાદ આગલા 20 દિવસમાં ભારતે રણનીતિક ચોટીઓ પર કબ્જો કરી લીધો છે. અત્યારે ભારતની સેનાઓ ઉત્તરથી દક્ષિણમાં ઘણી મહત્વની ચોટીઓ જેવી કે મગર હિલ, રેજાંગ લા, રેકિન લા અને મુખપારી સાથે જ ગુરુંગ હિલ પર પણ તૈનાત થઈ ચૂકી છે. આના પર તૈનાતી સાથે જ સેના ચીનની કોઈ ગતિવિધિ પર નજર રાખી શકે છે.

ભારતે ચીનના આપ્યો હતો જડબાતોડ જવાબ

ભારતે ચીનના આપ્યો હતો જડબાતોડ જવાબ

છઠ્ઠા દોરની કોર કમાંડર વાતચીત દરમિયાન ચીન તરફથી કહેવામાં આવ્યુ હતુ કે તે ત્યાં સુધી એલએસી પર ડિસએન્ગેજમેન્ટ પર કોઈ ચર્ચા નહિ કરે જ્યાં સુધી ભારત ચોટીઓને ખાલી ના કરે. ભારત તરફથી પણ ચીનને કહેવામાં આવ્યુ છે કે તે પહેલા ડિએસ્કલેશનનો એક રોડમેપ આપે જેથી ખબર પડે કે તે પૂર્વ લદ્દાખમાં કેવી રીતે પાછળ હટવાની છે. એક અધિકારીએ જણાવ્યુ કે ચર્ચાને માત્ર એક કે બે જગ્યા માટે સુધી જ સીમિત રાખવામાં આવે જ્યારે એલએસીના દરેક હિસ્સા પર ચીનની સેનાનો મોટો જમાવડો છે. ભારતે દેપસાંગ સહિત ટકરાવવાળા બધા વિસ્તારો પર ચર્ચા કરવી શરૂ કરી દીધી છે. ભારત તરફથી કહેવામાં આવી ચૂક્યુ છે કે એલએસી પર ડિસએન્ગેજમેન્ટ ચર્ચા દરમિયાન આના પર પણ વાતચીત થવી જોઈએ.

ઋચા ચડ્ઢાએ પાયલ ઘોષ સામે કર્યો 1.1 કરોડ રૂપિયાનો માનહાનિ કેસઋચા ચડ્ઢાએ પાયલ ઘોષ સામે કર્યો 1.1 કરોડ રૂપિયાનો માનહાનિ કેસ

English summary
PLA put a condition before the Indo-China Core Comander meeting on 12th October.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X