અણ્ણાના આંદોલનમાં વિદેશી ફંડની યાચિકામાં રિપોર્ટ માંગતી હાઇકોર્ટ

મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડી. મુરુગેસન અને ન્યાયમૂર્તિ રાજીવ સહાય એંડલૉની ખંડપીઠે કહ્યું છે કે આ મામલાને લઇને આદેશ આપવામાં આવ્યા પછી પણ ગૃહમંત્રાલય ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.
હાઇકોર્ટે કેન્દ્ર સરકારને વધુ સમય આપતા કહ્યું છે કે તે આગામી ત્રણ અઠવાડિયાની અંદર પોતાનો અહેવાલ અદાલત સમક્ષ રજૂ કરશે. મામલાની આગામી સુનાવણી પાંચ ડિસેમ્બરે કરવામાં આવશે.
દિલ્હી હાઇકોર્ટમાં આ મામલાને લઇને સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ રાજીવ મહેરાએ જણાવ્યું કે મંત્રાલય આ મામલે વિચાર કરી રહ્યું છે અને તે ટૂંક સમયમાં પોતાનો આંકડાકીય અહેવાલ રજૂ કરશે.
હાઇકોર્ટમાં મનોહર લાલ શર્માએ દાખલ કરેલી યાચિકામાં આરોપ લગાવ્યો હતો કે અણ્ણા હઝારેના લોકપાલ બિલ આંદોલનમાં વિદેશી ફર્મા પાસેથી પૈસા ફંડ તરીકે મળ્યા છે. કારણ કે, આંદોલન સરકાર વિરુદ્ધ હતો તેથી વિદેશમાંથી મદદ લેવી એ કાયદાકીય રીતે યોગ્ય નથી.
નોંધનીય છે કે આ પહેલાં હાઇકોર્ટે 30 મેના રોજ જનહિત યાચિકા પર સુનાવણી કર્યા પછી કહ્યું હતું કે આ યાચિકામાં સરકાર ત્રણ મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરે.












Click it and Unblock the Notifications
