For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM Kisan Yojana 10th Installment : વડાપ્રધાન ખેડૂતોને આપશે ભેટ, સીધા બેંક અકાઉન્ટમાં પૈસા થશે જમા

શુક્રવારની બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભોનો 10મો હપ્તો જાહેર કરશે.

|
Google Oneindia Gujarati News

PM Kisan Yojana 10th Installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે. ખેડૂતોને સશક્ત બનાવવાની નિરંતર પ્રતિબદ્ધતા અને સંકલ્પને અનુરૂપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી, 2022ના રોજ એટલે કે શુક્રવારની બપોરે 12:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાણાકીય લાભોનો 10મો હપ્તો જાહેર કરશે. 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવશે.

pm modi

નવા વર્ષ 2022ના પહેલા દિવસે ખેડૂતોને લાભ મળશે

ખેડૂતો પીએમ કિસાન યોજનાના 10મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અગાઉ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે, કેન્દ્ર સરકાર 25 ડિસેમ્બર, 2021ના રોજ ખેડૂતોને 10મો હપ્તો આપશે, પરંતુ હવે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, નવા વર્ષ 2022ના પહેલા દિવસે ખેડૂતોને તેનો લાભ મળશે.

અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ 1.6 લાખ કરોડ રૂપિયા મળ્યા છે

પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને પ્રતિ વર્ષ 6,000 રૂપિયાનો આર્થિક લાભ મળે છે. ખેડૂતોને 2,000 રૂપિયા દર વર્ષે ત્રણ હપ્તામાં એટલે કે, દર ચાર મહિનામાં એકવાર આપવામાં આવે છે. આ ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ રૂપિયા ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન 351 ખેડૂત ઉત્પાદક સંગઠનોને રૂપિયા 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડશે. તેનાથી 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ હાજર રહેશે.

English summary
PM Kisan Yojana 10th Installment : PM will give gifts to farmers, money will be deposited directly in bank account.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X