For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનો વિરોધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જાન્યુઆરી: નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બુધવારે આયોજિત વક્ફ બોર્ડના એક કાર્યક્રમમાં વડાપ્રધાન મનમોહન સિંહને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી પણ હાજર હતા.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન આજે વડાપ્રધાન મનમોહન સિંહે વક્ફ બોર્ડના એક કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન એક વ્યક્તિએ અચાનક પોતાની જગ્યા છોડીને વડાપ્રધાન મનમોહન સિંહનો વિરોધ કરવાનું શરૂ કરી દિધું. વિરોધ વધતો જતો જોતાં હાજર સુરક્ષા કર્મીઓએ તે વ્યક્તિને કાર્યક્રમમાંથી બહાર કાઢી દિધો હતો.

કહેવામાં આવે છે કે આ વ્યક્તિની ઓળખ ડૉ, ફહીમ બેગ તરીકે કરવામાં આવી છે. આ વ્યક્તિએ સરકારની નિતીઓનો વિરોધ વ્યક્ત કરતાં જૂની યોજનાઓ પર હજુ સુધી અમલ થઇ શક્યો નથી. અલ્પસંખ્યકો માટે નવી જાહેરાતો પર પણ આ વ્યક્તિએ વિરોધ કર્યો હતો.

ડૉ. ફહીમ બેગે એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે જાહેરાતો અલ્પસંખ્યકો માટે યુપીએ સરકારે લાગૂ કરી છે, તેમને જમીન પર લાગૂ કરવામાં આવી નથી. તેમને કહ્યું હતું કે વડાપ્રધાનને લાંબા સમયથી પત્ર લખી રહ્યાં છે, પરંતુ તેમને કોઇ જવાબ મળ્યો નથી. ગત 10 વર્ષોમાં સરકારે અલ્પસંખ્યકો માટે કંઇ કર્યું નથી. ડૉ. ફહીમ બેગે આગળ જણાવ્યું હતું કે હવે સોનિયા ગાંધી અને વડાપ્રધાને તેમને મળવા બોલાવ્યા છે.

manmohan-pm

આ કાર્યક્રમમાં વડાપ્રધાન પહેલાં બોલતાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સરકાર દરેક તબક્કે વિકાસ ઇચ્છે છે. તેમણે એમપણ કહ્યું હતું કે સરકારની યોજનાઓનો ફાયદો સાચા લોકો સુધી પહોંચી શકતો નથી.

સોનિયા ગાંધીએ લોકોને કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતાને નબળી કરનાર તાકતોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. આપણી વ્યવસ્થાને એટલી મજબૂત કરવી પડશે કે આપણે નાના નાના સ્થાનિક મુદ્દાઓથી આપણી પરસ્પર સદભાવના ન બગડી શકે. જો કોઇ બગાડે તો આપણે તેની સાથે સખતાઇ પૂર્વક સામનો કરવો જોઇએ.

English summary
Prime Minister Manmohan Singh witnessed embarrassing situation during his speech at a programme organized by Waqf Development Council in Vigyan Bhavan on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X