લદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો
લદ્દાખમા પીએમ મોદીએ જવાનોનો ઉત્સાહ વધાર્યો, પીએમ મોદીના ભાષણની મહત્વની વાતો
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે એલએસી પર તણાવ વચ્ચે આજે પીએણ નરન્દ્ર મોદી લદ્દાખના પ્રવાસે પહોચ્યા છે. આજે પીએણ મોદીએ લેહમા જવાનોનો ઉત્સાહ વધાર્યો અને ગલવાન ઘાટીમાં જે જવાનોએ દેશની રક્ષામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન પીએમ મોદીએ ચીનનુ નામ લીધા વિના જ તેમના પર પ્રહાર કર્યો અને કહ્યું કે લોકો વિસ્તારવાદી નીતિઓ પર ચાલે છે, પીએમ મોદીએ કહ્યુ કે જવાનોએ પોતાની બહાદુરી અને તાકાતનો સંદેશ આપ્યો છે. આ સમય વિસ્તારવાદ નહિ બલકે વિકાસવાદનો છે.

ભાષણની મહત્વની વાતો
- તમારા સાથીઓએ જે બહાદુરી દેખાડી, તેનાથી ભારતની તાકાત વિશે દુનિયાને એક સદેશ ગયો છે.
- દુનિયાની આધુનિકથી આધુનિક ટેક્નિક ભારતની સેના માટે લાવવામા આવી રહી છે.
- દેશના વીર સપૂતોએ ગલવાન ઘાટીમા જે અદમ્ય સાહસ દેખાડ્યું, તે પરાક્રમની પરાકાષ્ઠા છે.
- દેશને તમારા પર ગર્વ છે તમારા પર નાજ છે.
- સેનામાં સારા સમન્વય માટે લાંબા સમયથી ચીફ ઑફ ડિફેન્સના પદની રચનાની વાત હોય કે પછી નેશનલ વૉર મેમોરિયલ હોય કે પછી વન નેશન વન રેંક અથવા તમારા પરિવારની દેખરેખથી લઇ શિક્ષણ માટે સતત દેશ કામ કરી રહ્યો છે.
- દેશના દરેક સ્તરે આપણી સેના અને સૈનિકોને મજબૂત કરી રહ્યા છીએ.
- સાથીઓ ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું કે સાહસનો સંબંધ પ્રતિબદ્ધતા સાથે છે, સાહસ કરુણા છે, સાહસ જુનૂન છે.
- સાહસ એ છે જે આપણને નિર્ભીક અન અડગ થઇ સત્યના પક્ષમાં ઉભા રહેવાનું શીખવે, સાહસ એ છે જે આપણને સત્યની સત્ય કહેવા અને કરવાની ઉર્જા આપે છે.
- વિસ્તારવાદની જિદ જ્યારે કોઇ પર સવાર થાય છે તો તેણે હંમેશા વિશ્વ શાંતિ સામે ખતરો પેદા કર્યો છે.
- સાથીઓ ક્યારેય ભૂલશો નહિ, ઇતિહાસ ગવાહ છે કે આવી તાકાતો મટી ગઇ છે અથવા તો પરત ફરવા માટે મજબૂર થઇ ગઇ છે.
- વિશ્વનો હંમેશા આજ અનુભવ રહ્યો છે, આ અનુભવના આધારે જ આ વખતે ફરીથી આખા વિશ્વમાં વિસ્તારવાદ વિરુદ્ધ મન બનાવી લીધું છે.
- આજે વિશ્વ વિકાસવાદને સમર્પિત છે અને વિકાસની ખુલી સ્પર્ધાનું સ્વાગત કરી રહ્યા છીએ.
- સાથીઓ જ્યારે જ્યારે રાષ્ટ્ર રક્ષા સાથે જોડાયેલ કોઇ નિર્ણય વિશે વિચારુ છું તો હું સૌથી પહલા બે માતાન સ્મરણ કરું છું. પહેલી આપણા બદાની ભારત માતા અને બીજી એ વીર માતાઓ જેમણે તમારા જેવા પરાક્રમી યોદ્ધાઓને જન્મ આપ્યો છે, હુ આ બે માતાઓને સ્મરણ કરું છું.
- મારા નિર્ણયની કસોટી એજ છે, આ કસોટી પર ચાલતાં તમારા સન્માન, તમારા પરિવારના સન્માન અને ભારત માતાની સુરક્ષાને દેશ સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
- સેનાઓ માટે આધુનિક હથિયાર હોય અથવા તમારા માટે જરૂરી સામાન, આ બધા પર આપણે બહુ ધ્યાન આપતા રહ્યા છીએ.
- હવે દેશમાં બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્રણ ગણા વધી ગયું છે, જેનાથી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અને સીમા પર રસ્તા અને પુલ બનાવવાના કામ તેજીથી થયાં છે. જેનો બહુ મોટો લાભ એ પણ થયો કે તમને ઓછા સમયમાં સામાન પહોંચાડી શકાશે.
- તમે જ્યાં તહેનાત છો ત્યાં તમારી તાકાત આ પર્વતની ચોટીઓથી ક્યાંય વધુ છે.
- હું ફરી એકવાર એવા જવાનો પ્રત્યે સંવેદના જાહેર કરું છું જેમણે ગલવાન ઘાટીમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું.
- તમારામાથી સૌકોઇ ખભેથી ખભો મિલાવી મા ભારતીની સેવામા સમર્પિત છે.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
