For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

11 અને 12 ઓક્ટોબરના રોજ ચેન્નઈમાં ચીની રાષ્ટ્રપતિ જિનપિંગનું સ્વાગત કરશે પીએમ મોદી

ભારત અને ચીન વચ્ચે બીજુ અનૌપચારિક સંમેલન 11 અને 12 ઓક્ટોબરના રોજ ચેન્નઈના મમલ્લાપુરમાં હશે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે બીજુ અનૌપચારિક સંમેલન 11 અને 12 ઓક્ટોબરના રોજ ચેન્નઈના મમલ્લાપુરમાં હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ વખતે બીજી વાર ઈમફોર્મલ સમિટ માટે મુલાકાત કરશે. શુક્રવારે યોજાનાર આ સમિટ એપ્રિલ 2018માં ચીનના વુહાનમાં થયેલી મોદી-જિનપિંગ સમિટ બાદ બીજી ઈનફોર્મલ સમિટ છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી બુધવારે એક નિવેદન જારી કરીને આ વાતની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે.

Xi Jinping-modi

ચીની વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

ચીની વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ, આવનારી ચેન્નઈ ઈનફોર્મલ સમિટ બંને નેતાઓને એક મોકો આપશે કે તે દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તર પર જરૂરી મુદ્દાઓ માટે ચર્ચા કરી શકશે અને ભારત-ચીની નજીકની ભાગીદારીને વધુ ગાઢ કરવા માટે વિચાર શેર કરી શકશે. પીએમ મોદી અને જિનપિંગે વુહાનમાં 27 અને 28 એપ્રિલના રોજ મળ્યા હતા. બંનેની મુલાકાત આ વખતે ચેન્નઈથી 56 કિલોમીટર દૂર મમલ્લાપુરમમાં થઈ રહી છે. સાતમાં દશકના આ શહેરનુ ઐતિહાસિક મહત્વ છે અને આને એક હેરિટેજ સાઈટ માનવામાં આવે છે. આ વખતે બંને નેતાઓની આ મુલાકાત એવા સમયમાં થઈ રહી છે જ્યારે કાશ્મીર માટે અળગુ પડી ગયેલુ પાકિસ્તાન, ચીન તરફ જોઈ રહ્યુ છે. જો કે ચીન તરફથી પહેલા જ સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યુ છે કે કાશ્મીર એ ભારત-પાકનો પરસ્પરનો મુદ્દો છે અને તેને વાતચીત દ્વારા બંને દેશો ઉકેલે.

આ પણ વાંચોઃ પ્રિય્રંકા ચોપડાએ કર્યો ખુલાસો, જ્યારે નિક જોનસે તેની યાદ આવે તો તે આ ફિલ્મ જુએ છેઆ પણ વાંચોઃ પ્રિય્રંકા ચોપડાએ કર્યો ખુલાસો, જ્યારે નિક જોનસે તેની યાદ આવે તો તે આ ફિલ્મ જુએ છે

English summary
PM Modi and Chinese President Xi Jinping to meet for an ‘informal summit' on October 11-12 in Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X