• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેર એન્ડ લવલી Vs ઉંમર વધી પણ સમજ નહીં

|

બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષય માટે ધન્યવાદ પ્રસ્તાવ પર બોલાતા કોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકાર પર તીખા પ્રહારો કર્યા. ત્યારે આ આરોપ પ્રત્યારોપના કાર્યક્રમને આગળ વધારતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજ પર કર્યા અનેક પ્રહારો.

જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ અરુણ જેટલી અને મોદી સરકારની નીતિઓને ફેર એન્ડ લવલી ક્રીમ સાથે સાંકળી ત્યાં જ મોદીએ કોઇનું પણ નામ લીધા વિના કહ્યું કે ધણાં લોકોની ઉંમર વધી છે પણ સમજણ નથી. તેમની લધુતાગ્રંથીના કારણે તે બન્ને ગૃહો ચાલવા દેતા નથી.

જો કે આ આખા આરોપ પ્રત્યારોપમાં મોદીએ મહત્વપૂર્ણ વાત તે કરી કે વિવાદો, હંગામા અને આરોપ પ્રત્યારોપના ચક્કમાં જનહિતના અનેક બિલો અટવાઇને ઊભા છે જે હકીકત છે. અને તેનાથી સરકારને તો નુક્શાન થઇ જ રહ્યું છે પણ મારા તમારા જેવા સામાન્ય નાગરિક પણ આ હું-તુંતુંની લડાઇમાં પીસાઇ રહ્યા છે. તો સત્તા પક્ષ અને વિપક્ષના આ બન્ને નેતાઓ એક બીજા કેવી કેવી ટિપ્પણી કરી તે વાંચો નીચે....

બબ્બર શેર

બબ્બર શેર

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી કહે છે કે તે ભારતીય યુવકોને 2 કરોડ નોકરીઓ આપશે. જે માટે તેમણે મેક ઇન ઇન્ડિયાના નામે કાળા રંગનો બબ્બર શેર પણ તૈયાર કર્યો. પણ તેનાથી કેટલાને નોકરીઓ આપી?

પોતાનો તો કોઇ એજન્ડા નથી, દેશનો તો એજન્ડો વિચારો

પોતાનો તો કોઇ એજન્ડા નથી, દેશનો તો એજન્ડો વિચારો

મોદીએ કહ્યું કે રાજનીતિ નહીં રાષ્ટ્રનીતિ પર વિચારવું જોઇએ. તેમણે કહ્યું હું તો નવો છું પણ તમે તો અનુભવી છો તો ચલો મળીને સરકારમાં કામ કરીએ. તેમણે સ્ટાલિન સ્ટોરી કહી જણાવ્યું પહેલા જે બોલી નહતા શકતા તે હવે બોલે છે!

રાહુલ કહ્યું શું બધુ મોદીએ જ કર્યું છે?

રાહુલ કહ્યું શું બધુ મોદીએ જ કર્યું છે?

રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન દેશ નથી. અને દેશ વડાપ્રધાન નથી. વડાપ્રધાન હંમેશા કહેતા રહે છે કે કોંગ્રેસે જે 40 વર્ષમાં નથી કર્યું તે અમે કર્યું છે.

મોદી: હું કેવી રીતે કહી દઉં રેલ મેં શરૂ કરી છે

મોદી: હું કેવી રીતે કહી દઉં રેલ મેં શરૂ કરી છે

મોદીએ કહ્યું કે હું કેવી રીતે કહી દઉં કે રેલ મેં શરૂ કરી છે. તમે (કોંગ્રેસ) કહી શકે છે. તમે તો કંઇ પણ કહી શકો છો. મારી સરકાર કામ કરતી સરકાર છે. આંકડા સાક્ષી છે. 18000 ગામમાં વીજળી નથી. જે તમારી દેન. તે ના હોત તો અમે આ કેવી રીતે કરત!

મોદીજી ખૂબ જ પાવરફૂલ છે- રાહુલ

મોદીજી ખૂબ જ પાવરફૂલ છે- રાહુલ

રાહુલ ગાંધી કહ્યું મોદીજી ખૂબ જ પાવરફૂલ વ્યક્તિ છે. હું પણ જાણું છું અને તમે (ભાજપ) પણ ડરે છે. પણ તમારે તેમને સવાલ પૂછવો જોઇએ.

મોદી- કોઇ છે જેનાથી કોઇ કંઇ નથી પૂછતું?

મોદી- કોઇ છે જેનાથી કોઇ કંઇ નથી પૂછતું?

રાહુલ ગાંધીની ઉપરોક્ત વાતનો જવાબ આપતા મોદીએ કહ્યું કે મને કોઇ પણ સવાલ પૂછી શકે છે પણ કોઇ છે જેનાથી કોઇ કંઇ પૂછતું નથી.

મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

1.કોંગ્રેસ ફૂડ સિક્યોરીટીના ગીત ગાય છે. પણ 2014 સુધી 11 રાજ્યોએ તેનો સ્વીકાર્યું નહતું. અને આજે પણ 8માંથી ચાર રાજ્યો જે કોંગ્રેસ શાસિત છે તેને સ્વીકારવા તૈયાર નથી.

2. મનરેગા વિફલતાઓનો સ્મારક છે.

3. કોંગ્રેસે દેશમાં ગરીબીની જડ એટલી ઊંડી નાખી છે કે મોદી ઉખડી જશે પણ ગરીબી નહીં

રાહુલે કરી મોદી પર ટિપ્પણી

રાહુલે કરી મોદી પર ટિપ્પણી

1.રાહુલ ગાંધીનું નામ લીધા વગર મોદી કહ્યું કેટલાક લોકોની ઉંમર વધી જાય છે પણ સમજ નહીં.

2. રાહુલ બુધવાર ભાષણ પર કહ્યું કે કેટલાક સાંસદ મનોરંજન પણ કરે છે. જેના કારણે વિપક્ષના પ્રતિભાવાન સાંસદ બોલી નથી શકતા.

3 લધુતાગ્રંથિની પીડાતા કેટલાક લોકો સંસદને ચાલવા નથી દેતા. હલ્લા કરનારને પોતાની ચિંતા છે.

4. વિપક્ષમાં તેજસ્વી અને વિદ્ધાનને એટલા માટે બોલવા નથી દેતા કે તે વિપક્ષમાં ક્યાંક મજબૂત ના થઇ જાય!

મોદી કહ્યું GST તો તમારું છે તો કેમ રોકો છો

મોદી કહ્યું GST તો તમારું છે તો કેમ રોકો છો

1. સંસંદ સામાન્ય રૂપે ચાલે તે માટે મોદીએ અનેક પ્રહારો વિપક્ષ પર કર્યા મોદી કહ્યું જીએસટી બિલ તો કોંગ્રેસનું બિલ છે તો પછી તેને કેમ રોકવામાં આવે છે.

2. રાજીવ ગાંધીને યાદ કરીને તેમણે કહ્યું કે તેમણે પણ સંસદ ચાલવા દેવાની વાત કહી હતી. મોદી કહ્યું કે અનેક જનહિતના બિલો અટવાઇ રહ્યા છે જેનાથી વિપક્ષને વધુ નુક્શાન થશે.

રાહુલ: ફેર એન્ડ લવલી

રાહુલ: ફેર એન્ડ લવલી

જો કે બુધવારે રાહુલ ગાંધી પણ અરુણ જેટલીની નીતીને ફેર એન્ડ લવલી યોજના સાથે સરખાવી હતી. તેમણે કહ્યું જેટલીની ફેર એન્ડ લવલી સ્ક્રીમથી કોઇને જેલ નહીં જવું પડે કાળા નાણાં વાળા જેટલી પાસે જાય ટેક્સ ભરે અને તેમના પૈસા સફેદ કરી આવી શકે છે.

English summary
While addressing the Lok Sabha today prime minister Narendra Modi today took a dig at the opposition parties saying that parliament is not allowed to function because of Opposition's inferiority complex.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more