72 વર્ષના થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આ આર્ટિસ્ટે પાઠવી ખાસ અંદાજમાં શુભકામના
પીએમ મોદીને પણ જન્મદિવસની શુભેચ્છાઓ મળવા લાગી છે.
નવી દિલ્લીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 72 વર્ષના થયા છે. પીએમ મોદીના જન્મદિવસની દેશભરમાં ભાજપના કાર્યકરોએ તૈયારીઓ કરી લીધી હતી. વડા પ્રધાન પણ તેમના જન્મદિવસની રાત્રે ઉઝબેકિસ્તાનથી દિલ્લી પરત ફર્યા છે. આજે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરશે ત્યારે તેમના જન્મદિવસ પર પીએમ મોદી પ્રોજેક્ટ ચિતા હેઠળ મધ્યપ્રદેશના કુનોમાં નામીબિયાથી લાવવામાં આવી રહેલી 8 ચિત્તાઓને છોડશે.

પીએમ મોદીને જન્મદિવસની શુભકામનાઓ
- તમને જણાવી દઈએ કે પીએમ મોદીને પણ જન્મદિવસની શુભેચ્છાઓ મળવા લાગી છે. ઓડિશાના પ્રખ્યાત રેત કલાકાર સુદર્શન પટનાયકે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે રેતી પર પીએમ મોદીનુ ચિત્ર બનાવ્યુ અને કહ્યુ કે હું મારી અનોખી કળા દ્વારા આ ચિત્ર બનાવી રહ્યો છુ અને તેમને ભેટમાં આપી રહ્યો છુ.

- પીએમ મોદીની તસવીર બનાવનાર આર્ટિસ્ટ દીપક બિસ્વાલનુ કહેવુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કામને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર એક અલગ ઓળખ મળી છે, તેથી તેમની તસવીર ભારતના માનચિત્ર પર દર્શાવવામાં આવી છે.
- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે જ પીએમ મોદીને તેમના જન્મદિવસની અગાઉથી શુભેચ્છા પાઠવી હતી. પીએમ સાથેની દ્વિપક્ષીય બેઠકમાં તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન પુતિને પ્રિય મિત્ર મોદીને સંબોધતા કહ્યુ કે મને તમારો જન્મદિવસ યાદ છે. હું મોદીને દર વર્ષે જન્મદિવસની શુભેચ્છા પાઠવુ છુ.
- 4 વર્ષની બાળકીએ પણ સોશિયલ મીડિયા પર પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સમાયરા નામની આ છોકરીએ વીડિયો રેકોર્ડ કરીને પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ વીડિયોને શેર કરતા યુઝરે લખ્યુ, 'અમે બધા તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ મોદીજી, દેશ માટે સારુ કામ કરતા રહો. તમે ભારતના વિશ્વકર્મા ભગવાન છો. તેથી તમારો જન્મ વિશ્વકર્મા જયંતિ પર થયો છે.'
Happy Birthday @narendramodi g in advance from my 4 year daughter Samaira.
— Baby-Samaira (@iambabySamaira) September 16, 2022
We all love you Modi g.
Keep on doing good work for the nation 🇮🇳🇮🇳@narendramodi Sir you are the Vishwakarma Bhagwan for India that's why you were born on Vishwakarma jayanti.#NarendraModi pic.twitter.com/RGJrwzpZgt
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
