For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ અખિલેશને ફોન કરીને પૂછ્યા મુલાયમ સિંહના ખબરઅંતર, કહ્યુ - કંઈ જરુર હોય તો હું હાજર છુ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે વધુ બગડ્યા બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે વધુ બગડ્યા બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા. તેમનુ ઑક્સિજન લેવલ ઘણુ ઘટી ગયુ છે. જો કે તેમની હાલત સ્થિર જણાવવામાં આવી છે. મુલાયમ સિંહની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા બાદ રાહુલ ગાંધી, પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ તેમના જલ્દી સાજા થવાની કામના કરી છે.

modi -Akhilesh

સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે વાત કરી અને મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી. તેમણે એ પણ કહ્યુ કે જે પણ સંભવ મદદની જરુર હશે તેના માટે તે મદદ માટે હાજર છે. આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ કે મુલાયમસિંહજીની ખરાબ તબિટયના સમાચાર મળ્યા છે. હું તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ.

વળી, બીજી તરફ મુલાયમ સિંહની તબિયત ખરાબ થયાના સમાચાર આવ્યા બાદ અખિલેશ યાદવ, પત્ની ડિમ્પલ અને દીકરા અર્જૂન સાથે મેદાંતા હૉસ્પિટલ પહોંચ્યા. તેમના પરિવારના અન્ય ઘણા સભ્યો ગુરુગ્રામ પહોંચી રહ્યા છે. લગભગ 3 કલાક સુધી હૉસ્પિટલમાં રહ્યા બાદ મોડી રાતે અખિલેશન યાદવ પત્ની ડિમ્પલ સાથે હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા.

વળી, મુલાયમ સિંહના ભાઈ શિવપાલ યાદવે કહ્યુ કે મુલાયમ સિંહ માટે આગલા 24 કલાક મહત્વના છે. વળી, મેદાંતા હૉસ્પિટલના પીઆરઓએ જણાવ્યુ કે મુલાયમ સિંહ યાદવને યુરિનમાં ઈન્ફેક્શન સાથે બ્લડ પ્રેશરની સમસ્યા ઘણી વધી ગઈ હતી. તેમની સ્થિતિમાં કોઈ સુધારો દેખાયો નથી માટે ડૉક્ટરોએ તેમના વેંટિલેટર સપોર્ટ પર રાખ્યા છે. જો કે, તેમની હાલત સ્થિર છે.

મુલાયમ સિંહ યાદવ છેલ્લા બે વર્ષથી બિમાર છે. મુશ્કેલી વધી જતા તેમને ઘણીવાર હૉસ્પિટલમાં ભરતી કરવામાં આલવે છે. આ પહેલા પણ ઓગસ્ટ, 2020માં યુરિન ઈન્ફેક્શન બાદ અને આ વર્ષે પેટમાં દુઃખાવા બાદ પણ મુલાયમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટ રિપોર્ટમાં આંતરડામાં સોજાની સમસ્યા સામે આવી હતી.

આ દરમિયાન સપા સમર્થક પણ મેદાંત હૉસ્પિટલમાં પહોંચવા લાગ્યા છે અને મુલાયમ સિંહના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. આને જોતા સમાજવાદી પાર્ટી તરફથી ટ્વિટ કરીને લોકોને હૉસ્પિટલ ન આવવાની અપીલ કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ ટ્વિટ કરીને કહ્યુ, 'નેતાજી(મુલાયમ સિંહ યાદવ) આઈસીયુમાં ભરતી છે, તેમની હાલત સ્થિર છે. તમે બધાને નમ્ર નિવેદન છે કે કૃપા કરીને હૉસ્પિટલ ના આવો. નેતાજીના સ્વાસ્થ્યની માહિતી તમને લોકોને સમય-સમયે આપવામાં આવશે.'

English summary
PM Modi called to Akhilesh Yadav for Mulayam Singh Yadav's health and said, I am there if needed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X