Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમેરિકામાં રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ, કહ્યુ - તે ભગવાનને પણ સમજાવી દેશે, આ દુનિયા કેવી રીતે ચાલે છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુએસમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતને એવા લોકોના જૂથ દ્વારા ચલાવવામાં આવે છે જેઓ માને છે કે તેઓ બધું જાણે છે. તે ભગવાન સાથે બેસીને તેમને વસ્તુઓ પણ સમજાવી શકે છે. વડા પ્રધાન આમાનુ એક ઉદાહરણ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે જો મોદીજી ભગવાનની બાજુમાં બેસે તો તેઓ તેમને પણ સમજાવવાનું શરૂ કરશે કે આ બ્રહ્માંડ કેવી રીતે કામ કરે છે. ભગવાન પણ ભ્રમિત થઈ જશે કે તેમણે જ જગત બનાવ્યુ છે.

rahul gandhi

આ હાસ્યાસ્પદ વસ્તુઓ છે પરંતુ ખરેખર આવુ થઈ રહ્યુ છે. આ લોકોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે, તેઓ વિજ્ઞાનીને વિજ્ઞાન સમજાવી શકે છે, ઈતિહાસકારને ઈતિહાસ સમજાવી શકે છે, લશ્કરને યુદ્ધ કેવી રીતે લડવું તે સમજાવી શકે છે. પરંતુ સત્ય એ છે કે તેઓ કંઈપણ જાણતા નથી કારણ કે જીવનમાં તમે બધું સમજી શકતા નથી, જો તમે સાંભળવા તૈયાર ન હોવ.

એનઆરઆઈને સંબોધતા રાહુલે કહ્યું કે ભારતે કોઈ વિચારને નકારી કાઢ્યો નથી. આ રીતે તમે ભારતનું પ્રતિનિધિત્વ કરો છો. જો તમે આ મૂલ્યો સાથે સંમત ન હોવ તો તમે અહીં ન હોત. જો તમે ક્રોધ, દ્વેષ, અભિમાનમાં માનતા હો તો તમે ભાજપની સભામાં બેઠા હોત અને હું મનની વાત કરી રહ્યો હોત. તમારા લોકોનો આભાર, તમે ભારતનો ત્રિરંગો હાથમાં લીધો છે.

આ લોકોએ મને તમારા પ્રશ્નોના જવાબ આપવા કહ્યું છે, પરંતુ ભાજપમાં આવુ થતુ નથી. ત્યાં પ્રશ્નો પૂછાતા નથી, માત્ર જવાબો આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે.

આ દરમિયાન તેઓ સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્કની મુલાકાત લેશે. આ પહેલા રાહુલ ગાંધી યુકેની મુલાકાતે ગયા હતા, જ્યાં રાહુલ ગાંધીએ જે રીતે નિવેદન આપ્યું હતું તેને લઈને ઘણો વિવાદ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X