નવા સંસદ ભવનના લોકાર્પણ મુદ્દે કેજરીવાલના પ્રહાર, કહ્યું- SC/ST ને અશુભ માને છે એટલે નથી બોલાવતા?
નવા સંસદ ભવનના લોકાર્પણમાં રાષ્ટ્રપતિની જગ્યા ખુદ નરેન્દ્ર મોદીએ લેતા હવે વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહાર કરી રહી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આદિવાસી સમુદાયમાંથી આવે છે ત્યારે હવે કેજરીવાલે જાતિને લઈને પ્રહારો કર્યા છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, મોદીજીએ ભગવાન શ્રી રામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને આમંત્રણ આપ્યું નહોતુ. મોદીજીએ નવી સંસદ ભવનનાં શિલાન્યાસ સમારોહ માટે પણ રામનાથ કોવિંદને આમંત્રણ આપ્યું ન હતું. હવે વર્તમાન રાષ્ટ્રપતિને શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવેલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પણ નથી મળી રહ્યું.

કેજરીવાલે આકરા પ્રહાર કરતા ટ્વિટમા્ં આગળ લખ્યુ કે, દેશભરમાં એસસી અને એસટી સમાજ પૂછે છે કે શું તેમને અશુભ માનવામાં આવે છે? એટલે જ તેને આમંત્રણ આપતા નથી?
અહી તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનનું 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવાના છે. આ સમારોહમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન અપાતા કોંગ્રેસ સહિતની દેશની 19 વિપક્ષી પાર્ટીઓએ સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
આ સિવાય દિલ્હી વટહુકમને લઈને કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે મોટો વિવાદ થયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીએમ કેજરીવાલને અધિકારીઓની બદલી અને નિમણૂકનો અધિકાર મળ્યો હતો. હવે એક વટહુકમ પસાર કરીને કેન્દ્ર સરકારે ફરી એકવાર એલજીને તમામ સત્તા આપી દીધી છે. આ વટહુકમને લઈને કેજરીવાલ કેન્દ્ર સરકારના આ વટહુકમનો સતત વિરોધ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
