• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લૉકડાઉન 2.0: પીએમ મોદીએ કરી આ જાહેરાતો, 3 મે સુધી ઘરમાં જ રહેવું પડશે

|

પીએમ મોદીએ દેશને નામ પોતાના સંબોધનમાં કહ્યું કે, "કોરોના વૈશ્વિક મહામારી સામે ભારતની લડાઈ ઘણી મજબૂતાઈ સાથે આગળ વધી રહી છે. તમે બધા દેશવાસીઓની તપસ્યા તમારા ત્યાગના કારણે અત્યાર સુધી ભારત કોરોનાથી થનારા નુકસાનને ઘણી હદે ટાળવામાં સફળ રહ્યું છે. તમે લોકોએ કષ્ટ સહીને પણ આપણા દેશને બચાવ્યો છે. આપણા આ ભારત વર્ષને બચાવ્યો છે. હું જાણું છું તમને ઘણી સમસ્યા આવી છે, કોઈને ખાવાની સમસ્યા, કોઈને આવવા જવાની સમસ્યા, કોઈ ઘર-પરિવારથી દૂર છે પરંતુ તમે દેશ ખાતર એક અનુશાસિત સિપાહીની જેમ તમારું કર્તવ્ય નિભાવી રહ્યા છો. હું તમને બધાને આદર પૂર્વક નમન કરું છું. આપણા સંવિધાનમાં we the people of indiaની શક્તિની વાત કહેવામાં આવી છે એજ તો છે આ.

આપણો સંકલ્પ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ છે. હું બધા જ દેશવાસીઓ તરફથી બાબા સાહેબને નમન કરું છું. આ દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ તહેવારોનો પણ સમય છે અને આણ પણ ભારત ઉત્સવોથી ભર્યો રહે છે, બૈશાખી, પોહેલા બૈશાખ, પુથાંડુ, બોહાગ વીહુ, બીશુ સાથે અનેક રાજ્યોમાં નવા વર્ષની શરૂઆત થઈ છે. લૉકડાઉનના આ બંધનો વચ્ચે હું દેશના લોકો જે રીતે નિયમોનું પાલન કરી રહ્યા છીએ, જેટલા સંયમથી આપણા ઘરોમાં રહીને તહેવાર સાદગીપૂર્ણ રીતે મનાવી રહ્યા છીએ આ બધી વાતો બહુ પ્રેરક છે, ઘણી પ્રશંસનિય છે. હું નવા વર્ષ પર તમને, તમારા પરિજનોના ઉત્તમ સ્વાસ્થ્યની મંગલ કામના કરું છું.

અન્ય દેશોના મુકાબલે ભારતે કેવી રીતે પોતાને ત્યાં સંક્રમણને રોકવાના પ્રયાસ કર્યા તમે તેના સહભાગી રહ્યા છો અને સાક્ષી પણ રહ્યા છો. જ્યારે આપણે ત્યાં કોરોનાનો એક પણ કેસ નહોતો તે પહેલા જ ભારતે કોરોના પ્રભાવિત દેશોથી આવતા યાત્રીઓની એરપોર્ટ પર સ્ક્રીનિંગ શરૂ કરી દીધી હતી. કોરોનાના દર્દી 100 સુધી પહોંચે તે પહેલા જ ભારતે વિદેશથી આવેલા દરેક યાત્રીઓ માટે 14 દિવસનું આઈસોલેશન ફરજિયાત કરી દીધું. અનેક સામૂહિક જગ્યાઓ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે આપણે ત્યાં કોરોનાના માત્ર 500 કેસ હતા ત્યારે જ ભારતે 21 દિવસના સંપૂર્ણ લૉકડાઉનનું એક બહુ મોટું પગલું ઉઠાવી લીધું હતું. ભારતે સમસ્યા વધવાનો ઈંતેજાર ના કર્યો પરંતુ જેવી જ સમસ્યા દેખાણી તેને તેજીથી ફેસલા લઈને તે સમયે જ રોકવાનો ભરસક પ્રયાસ કર્યો.

કોરોનાથી પરસ્ત થયું અમેરિકા, 24 કલાકમાં 1509ના મોત, માત્ર ન્યૂયોર્કમાં મૃતકોની સંખ્યા 10 હજારને પારકોરોનાથી પરસ્ત થયું અમેરિકા, 24 કલાકમાં 1509ના મોત, માત્ર ન્યૂયોર્કમાં મૃતકોની સંખ્યા 10 હજારને પાર

આ એક એવું સંકટ છે જેમાં કોઈપણ દેશ સાથે સરખામણી કરવા ઉચ્ચિત નથી છતાંપણ કેટલીક હકીકતોને આપણે નકારી ના શકીએ. જો દુનિયાના મોટામાં મોટા સામર્થવાન દેશોમાં કોરોનાથી જોડાયેલા આંકડા જોઈએ તો તેની સરખામણીએ આજે ભારત બહુ સંભાળેલી સ્થિતિમાં છે. મહિના દોઢ મહિના પહેલા કેટલાય દેશ કોરોના સંક્રમણના મામલામાં એક પ્રકારે ભારતની બરાબર ઉભા હતા. આજે એ દેશોમાં ભારતની સરખામણીએ કોરોનાના કેસ 25થી 30 ગણા વધુ વધી ગયા છે. એવા દેશોમાં હજારો લોકોના દુખદ મૃત્યુ થયાં છે. ભારતે સમયસર તેજ ફેસલા ના લીધા હોત તો આજે ભારતની સ્થિતિ શું હોત તેની કલ્પના કરતા જ રૂવાળાં ઉભાં થઈ જાત પરંતુ ગત દિવસોના અનુભવોથી આ સ્પષ્ટ છે કે આપણે જે રસ્તો પસંદ કર્યો છે આજની સ્થિતિમાં તેજ આપણા માટે યોગ્ય છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનો બહુ મોટો લાભ દેશને મળ્યો છે. જો આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો આ મોંઘુ બહુ છે, મોટી કિંમત ચૂકવવી પડી છે, પરંતુ ભારતીયોની જિંદગીની આગળ તેની કોઈ સરખામણી ના થઈ શકે. બધી જ સંસ્થાઓએ પણ પોતાની જવાબદારી નિભાવી છે.

આ બદા પ્રયાસો છતાં પણ કોરોના જેવી રીતે ફેલાઈ રહ્યો છે તેણે વિશ્વભરમાં હેલ્થ એક્સપર્ટ અને સરકારોને પણ વધુ સચેત કરી દીધા છે. ભારતમાં પણ કોરોના વિરુદ્ધ લડાઈમાં હવે આગળ કેવી રીતે વધીએ, આપણે વિજયી કેવી રીતે થઈએ, આપણે ત્યાં નુકસાન ઓછું કેવી રીતે થાય, લોકોની સમસ્યાઓ કેવી રીતે ઘટાડીએ આ વાતોને લઈ રાજ્યો સાથે નિરંતર ચર્ચા કરી છે. આ બધી ચર્ચાઓ વચ્ચે એક વાત નીકળીને આવે છે કે લૉકડાઉનને વધારવામાં આવે. કેટલાય રાજ્યો તો પહેલેથી જ લૉકડાઉનને વધારવાનો ફેસલો કરી ચૂક્યાં છે. ભારતમાં 3 મે સુધી લૉકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે 3 મે સુધી આપણે બધાએ દરેક દેશવાસીએ લૉકડાઉનમાં જ રહેવાનું રહેશે. આ દરમિયાન આપણે અનુસાશનનું એવી રીતે જ પાલન કરવાનું છે જેવી રીતે આપણે કરતા આવતા હતા.

મારી બધા જ દેશવાસીઓને પ્રાર્થના છે કે કોરોનાને આપણે કોઈપણ કિંમત પર નવા ક્ષેત્રોમાં ફેલાવવા નથી દેવાનો. સ્થાનિક સ્તરે હવે એકપણ દર્દી વધે છે તો તે આપણા માટે ચિંતાજનક વિષય છે. ક્યાંય પણ કોરોનાથી એકપણ દુખદ મૃત્યુ થાય છે તો આપણી ચિંતા વધુ વધવી જોઈએ. માટે આપણે પહેલેથી પણ વધુ સતર્કતા દાખવવી પડશે. જે સ્થળો હૉટસ્પૉટ છે તેની ખાસ ધ્યાન રાખવું પડશે. નવા હૉટસ્પૉટ બનવા આપણા પરિશ્રમ અને આપણી તપસ્યાને વધુ પડકારો આપશે, નવા સંકટ પેદા કરશે માટે આગલા એક અઠવાડિયામાં કોરોના વિરુદ્ધ લડાઈમાં કઠોરતા વધુ વધારવામાં આવશે. 20 એપ્રિલ સુધી દરેક કસ્બા, દરેક તાલુકા, દરેક જિલ્લા, દરેક રાજ્યને સંપૂર્ણપણે પરખવામાં આવશે. ત્યાં લૉકડાઉનનું કેવું પાલન થઈ રહ્યું છે તેનું મૂલ્યાંકન સતત થશે. જે ક્ષેત્ર આ અગ્ની પરિક્ષામાં સફળ થશે, જે પોતાને ત્યાં હૉટસ્પૉટ નહિ વધવા દે અને જેમના હૉટસ્પૉટમાં બદલવાની આશંકા પણ ઓછી હશે ત્યાં 20 એપ્રિલથી કેટલીક જરૂરી ગતિવિધિની અનુમતિ, છૂટછાટ આપવામાં આવી શકે છે.

પરંતુ યાદ રાખો કે આ મંજૂરી શરત સાથે હશે. બહાર નીકળવાના નિયમ બહુ આકરા હશે. લૉકડાઉનના નિયમ જો ટૂટે છે અને કોરોનાનો પગ આપણા વિસ્તારમાં પડે છે તો બધી જ અનુમતિ તરત જ પરત લઈ લેવામાં આવશે. માટે ખુદ કોઈ લાપરવાહી કરવાની નથી અને બીજા કોઈને લાપરવાહી કરવા દેવાની નથી.

દેશવાસીઓ કાલે આ વિશે સરકાર તરફથી એક વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. 20 એપ્રિલથી ચિહ્નિત ક્ષેત્રોમાં સિમિત છૂટનું પ્રાવધાન આપણા ગરીબ ભાઈ બહેનોની આજીવિકાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં એક ગરીબોના જીવનમાં આવેલ મુશ્કેલીઓને ઘટાડવાની છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાઓ અંતર્ગત તેમની મદદ કરવાનો ફેસલો લેવાયો છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો મળીને ખેડૂતોને ઓછામાં ઓછી સમસ્યા થાય તે અંગે પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં દવાથી લઈ રાશન સુધી પર્યાપ્ત ભંડાર છે. સપ્લાય ચેનની સમસ્યાઓ સતત દૂર કરવામાં આવી રહી છે. હેલ્થ સેક્ટરના મોર્ચે પણ આપણે તેજીથી આગળ વધી રહ્યા છીએ.

ભારતમાં આજે આપણે 1 લાખથી વધુ બેડની વ્યવસ્થા કરી ચૂક્યા છીએ, 600થી વધુ એવા હોસ્પિટલ છે જે માત્ર કોવિડ-19ના ઈલાજ માટે કામ કરી રહ્યા છે. સાથીઓ આજે ભારત પાસે ભલે સિમિત સંસાધનો હોય પરંતુ મારા ભારતના યુવા વૈજ્ઞાનિકોને વિશેષ આગ્રહ છે કે વિશ્વ કલ્યાણ માટે તમે આગળ આવો. કોરોનાની વેક્સીન બનાવવાનો મારા દેશના વૈજ્ઞાનિકો બેડો ઉઠાવે. સાથીઓ આપણે ધૈર્ય બનાવીને રાખશું, નિયમોનું પાલન કરશું તો કોરોના જેવી મહામારીને પણ પરાસ્ત કરશું. આ વિશ્વાસ સાથે જ મારી વાત સમાપ્ત કરતા પહેલા તમારો સાથ માંગી રહ્યો છું.

  • પહેલી વાત તમારા ઘરના વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખો, વિશેષ કરીને એવા વ્યક્તિ જેને જૂની બીમારી હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, તેમને કોરોનાથી દૂર રાખવાના છે.
  • બીજી વાત લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પૂરી રીતે પાલન કરો, ઘરમાં બનેલા માસ્કનો ઉપયોગ કરો.
  • ત્રીજી વાત- તમારી ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરો, ગરમ પાણી, કાઢાનું સેવન કરો.
  • કોરોનાના સંક્રમણથી બચવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ જરૂર ડાઉનલોડ કરો
  • જેટલું બની શકે તેટલા ગરીબ પરિવારની દેખરેખ કરો, તેમના ભોજનની આવશ્યકતા પૂરી કરો.
  • છઠ્ઠી વાત- તમે તમારા વ્યવસાય, તમારા ઉદ્યોગમાં તમારી સાથે કામ કરતા લોકો પ્રત્યે સંવેદના રાખો, કોઈને નોકરીમાંથી ના કાઢો
  • દેશના કોરોના યોદ્ધાઓને, આપણા ડોક્ટર, નર્સ, સફાઈ કર્મી, પોલીસ કર્મી, આવા બધા લોકોનું આપણે આદર પૂર્વક સન્માન કરીએ.

સાથીઓ આ સાત વાતોમાં તમારો સાથ જોઈએ. આ સપ્તપદી વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ છે. વિજય થવાનો આપણા માટે નિષ્ઠાપૂર્વક કરાતું કામ છે. સંપૂર્ણ નિષ્ઠા સાથે ત્રણ મે સુધી લૉકડાઉનના નિયમોનું પાલન કરો, જ્યાં છો ત્યાં રહો, સુરક્ષિત રહો."

English summary
pm modi extends lockdown till 3 may, read full speech here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X