હિમાચલ પ્રદેશને વડાપ્રધાનની અદભૂત ભેંટ

ઇટાનગર, 20 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશને એક નવી સોગાત આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં નાહરલાગુનથી નવી દિલ્હી જનારી પ્રથમ એક્સપ્રેસ ટ્રેઇનને લીલી ઝંડી બતાવી છે.

વડાપ્રધાન મોદીએ આ ટ્રેનની લીલી ઝંડી નાહરલાગુનથી બતાવી. આ અવસર પર રેલવે મંત્રી સુરેશ પ્રભુ પણ તેમની સાથે હતા. આ પહેલી ટ્રેન છે જે નાહરલાગુનથી દિલ્હીની વચ્ચે દોડશે, આ ટ્રેન એસી ટ્રેન છે. પીએમ મોદીએ જણાવ્યું કે વાતાનુકૂલિત એક્સપ્રેસ ટ્રેન અરુણાચલ પ્રદેશની સ્થાપના દિવસ પર તેના માટે અનમોલ નજરાણું છે.

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશને આ ભેંટ પ્રદેશના સ્થાપના દિવસના અવસર પર આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર જણાવ્યું કે આપના રાજ્યની સ્થાપના દિવસ પર અત્રે આવીને હું ખૂબ જ આનંદીત છું. રાજ્ય અને મુખ્યમંત્રીએ મને અહીં આવવાનું નિમંત્રણ આપ્યું હતું. રાજ્યનો પ્રેમ એવો છે કે મારે આવવું પડ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રેલવે સંપર્ક વિકાસનું કરોડ રજ્જુ છે. રેલવે અરુણાચલ પ્રદેશના વિકાસમાં મજબૂતીના રૂપમાં ઉભરશે. મોદીએ જણાવ્યું કે રેલવે સંપર્કથી જ આ પહાડી રાજ્યમાં સમૃદ્ધિ આવશે. વડાપ્રધાને જણાવ્યું કે આજે રાજ્યને પ્રગતિ અને ઉર્જા બંને મળી રહી છે. બંને જ પ્રગતિ માટે જરૂરી છે. ભારતીય રેલ સંપર્ક અરુણાચલ પ્રદેશ માટે સમૃદ્ધિ લાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X