For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ દેશવાસીઓને આપી ગુરુ પૂર્ણિમાની શુભકામના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુરુ પૂર્ણિમાના પ્રસંગે દેશવાસીઓને શુભકામના આપી છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગુરુ પૂર્ણિમાના પ્રસંગે દેશવાસીઓને શુભકામના આપી છે. સાથે જ તેમણે ભગવાન બુદ્ધને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પીએમ મોદીએ કહ્યુ, 'હું આજે અષાઢ પૂર્ણિમાના અવસરે તમને સૌને પોતાની શુભકામના આપવા ઈચ્છુ છુ. આને ગુરુ પૂર્ણિના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે આપણે ગુરુઓને યાદ કરવાનો દિવસ છે, જેમણે આપણને જ્ઞાન આપ્યુ. એ ભાવનામાં આપણે ભગવાન બુદ્ધને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.'

pm modi

પ્રધાનમંત્રી કહ્યુ, 'ભગવાન બુ્દ્ધનુ આષ્ટાંગિક માર્ગ ઘણા સમાજ અને રાષ્ટ્રના કલ્યાણની દિશામાં રસ્તો બતાવે છે. આ કરુણા અને દયાના મહત્વ પર પ્રકાશ પાડે છે. બૌદ્ધ ધર્મનના લોકોએ આદર કરતા શીખવ્યુ છે, લોકો પ્રત્યે આદર, મહિલાઓનો આદર, ગરીબોનો આદર, અહિંસા અને શાંતિનો આદર. આ કારણથી બુદ્ધ દ્વારા આપવામાં આવેલી સીખ આજે પણ પ્રાસંગિક છે.'

આ સાથે જ તેમણે કહ્યુ કે, 'ભગવાન બુદ્ધે સારનાથમાં આપેલા પોતાના પહેલા ઉપદેશમાં અને બાદમાં બે વસ્તુઓ પર વાત કરી - આશા અને ઉદ્દેશ્ય. તેમને આમાં મજબૂત લિંક દેખાઈ. કારણકે આશાથી જ ઉદ્દેશ્ય પેદા થાય છે. હું 21મી સદી વિશે બહુ આશાન્વિત છુ. આ આશા મારા યુવા દોસ્તો પાસેથી મળી છે. આપણા યુવાનોથી. જો તમે એક સારુ ઉદાહરણ જોવા ઈચ્છો છે કે આશા, નવીનતા અને કરુણા કઈ રીતે દુખોને દૂર કરી શકે છે, તો આપણા યુવાનોના નેતૃત્વમાં સ્ટાર્ટઅપ સેક્ટરને જોઈ શકીએ છીએ. તેજ તર્રાર યુવા મન વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ શોધી રહ્યા છે.'

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, 'ભારત પાસે સૌથી મોટી સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ છે. હું યુવાઓને કહેવા ઈચ્છુ છુ કે ભગવાન બુદ્ધના વિચારો સાથે જોડાયેલા છે. તે તમને પ્રેરિત કરશે અને આગળનો રસ્તો બતાવશે. આજે દુનિયા ઘણા મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે. આ બધી સમસ્યાઓને ભગવાન બુદ્ધના વિચારોથી હલ કરી શકાય છે, જે પહેલા પણ પ્રાસંગિક હતા, આજે પણ છે અને આગળ પણ રહેશે. થોડા દિવસ પહેલા ભારતીય કેબિનેટે ઘોષણા કરી હતી કે કુશીનગર એરપોર્ટ એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. આ ઘમા બધા લોકો, તીર્થયાત્રી અને પર્યટક આવશે. બુદ્ધના આશીર્વાત આપે સારુ કરવા માટે પ્રેરિત કરે.'

મુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટમુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટ

English summary
PM modi greets people on occasion of ashadha purnima said we pay homage to lord buddha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X