'બંધ થઈ રહી છે લૂંટ, ઝારખંડમાં મળી રહ્યા નોટોના પહાડ', ઓડિશામાં પીએમ મોદીનુ ઈડી ગઠબંધન પર નિશાન
Lok Sabha Election 2024: ઓડિશાના નબરંગપુરમાં એક જાહેર સભામાં પીએમ મોદીએ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો પર આકરા પ્રહારો કર્યા. છેલ્લા કેટલાક દિવસોમાં ED અને CBIની કાર્યવાહી અંગે પીએમએ કહ્યું કે ઝારખંડમાં ચલણી નોટોના પહાડ જોવા મળી રહ્યા છે. પરંતુ પીએમ મોદીને કોસી રહ્યા છે.
તેમણે કહ્યું કે જો ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવામાં આવી હોત તો કદાચ પીએમ મોદીને આવી ટીકાનો સામનો ન કરવો પડત. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ દરમિયાન પીએમ મોદી સોમવારે ઓડિશા પહોંચ્યા હતા.

અહીં ગંજમમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "ગઈ કાલે હું ભગવાન રામની નગરી અયોધ્યામાં હતો, ત્યાં મેં અયોધ્યાની મુલાકાત લીધી. આજે હું ભગવાન જગન્નાથની ભૂમિ પર છું અને આશીર્વાદ લેવા આવ્યો છું."
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ જે કહે છે તે કરે છે, અહીં સરકાર બનાવ્યા બાદ અમે અમારી તમામ જાહેરાતોને પૂરી તાકાતથી અમલમાં મુકીશું. વડાપ્રધાને કહ્યું કે ઓડિશામાં એક સાથે બે યજ્ઞ થઈ રહ્યા છે. પ્રથમ ભારતમાં મજબૂત સરકાર બનાવવી અને બીજી રાજ્યમાં ભાજપની આગેવાની હેઠળની મજબૂત સરકાર બનાવવી.
ઓડિશાના નબરંગપુરમાં એક જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ પરથી કોંગ્રેસ સહિત INDIAમાં સામેલ પક્ષો પર સીધુ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "આજે પાડોશી રાજ્ય ઝારખંડમાં ચલણી નોટોના પહાડ જોવા મળી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે તેમણે ચોરી કરી અને મોદી પૈસા લઈ રહ્યા છે. હવે મને કહો કે શું હું તેમની ચોરી બંધ કરું, તેમની કમાણી બંધ કરુ, હું તેમની લૂંટ બંધ કરું, તો તે મોદીને ગાળો આપશે કે નહીં?












Click it and Unblock the Notifications
