PM મોદી, ગૃહમંત્રી અને બિહારના CMને મળી જાનથી મારી નાખવાની ધમકી
National News : દિલ્હી પોલીસને બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મારી નાખવાની ધમકી આપતા બે ફોન કોલ મળ્યા હતા. આ ઘટના બાદથી પોલીસની અનેક ટીમો આરોપીઓની શોધમાં તૈનાત છે.
દિલ્હી પોલીસને બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મારી નાખવાની ધમકી આપતા બે ફોન કોલ મળ્યા હતા. આ ઘટના બાદથી પોલીસની અનેક ટીમો આરોપીઓની શોધમાં તૈનાત છે.

હાલ દિલ્હી પોલીસની અનેક ટીમો આરોપીઓની શોધમાં તૈનાત છે. આમાં સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી તે નંબર શોધી શકાય.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીને અમેરિકાએ સ્ટેટ ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જે અંતર્ગત તેઓ મંગળવારના રોજ ન્યૂયોર્ક પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત ઘણી મોટી હસ્તીઓ સાથે થઈ હતી. વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન મોદી માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
