India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂની સરકારે નોઈડા-ગ્રેટર નોઈડાને બહુ લૂટ્યુંઃ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ મોદીએ શનિવારે દિલ્હીની મેટ્રો બ્લૂ લાઈનના નવા એક્સટેન્શનનું ઉદ્ઘાટન કર્યું. બ્લૂ લાઈનનું આ નવું એક્સટેન્શન નોઈડા સિટી સેન્ટરથી નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી વચ્ચે 6.6 કિમી લાંબો હશે. આ એક્સટેન્શન શરૂ થતા નોઈડા ઈલેક્ટ્રોનિક્સ સિટી સ્ટેશનથી ગાઝિયાબાદના ઈન્દિરાપુરમાં રહેતા લોકોને પણ લાભ મળશે. આ દરમિયાન પીએમ મદીએ ગ્રેટર નોઈડામાં પહેલીવાર જનસભાને સંબોધિત કર્યા. સંબોધન દરમિયાન ભીડે મોદી-મોદીના નારા લગાવ્યા તો પીએમ મોદીએ ઈશારા-ઈશારામાં તેમણે વિપક્ષી દળો પર પ્રહાર કર્યો અને કહ્યું કે તમે અહીં મોદી-મોદી કરી રહ્યા છો અને ત્યા અમુક લોકોની નીંદર હરામ થઈ રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે ક્યારેક નોઈડાની ઓળખ સરકારી ધનની લૂટ, ઑથોરિટી અને ટેન્ડરમાં થનાર નવા નવા ખેલ અને જમીન કૌભાંડના કારણે બનેલ ખબરને કારણે થાય છે. આજે નોઈડા અને ગ્રેટરની ઓળખ વિકાસની પરિયોજનાઓથી છે. 2014 પહેલા મોબાઈલ ફોન બનાવનારી માત્ર 2 ફેક્ટરી હતી. આજે લગભગ સવા સો ફેક્ટરીઓ દેશમાં મોબાઈલ બનાવી રહી છે. જેમાંથી મોટી સંખ્યામાં ફેક્ટરીઓ નોઈડામાં છે.

કેન્દ્રની ઉપલબ્ધિઓ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે અહ્યાંની કનેક્ટિવિટીને વધુ સુધારવા માટે જેવરમાં દેશનો સૌથી મોટો એરપોર્ટ બનવા જઈ રહ્યો છે. આની સાથે જોડાયેલ તમામ પ્રક્રિયાઓને તેજીથી પૂરી કરવામાં આવી હી છે. જેવર એરપોર્ટ પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે એક સ્વર્ણિમ અવસર લઈને આવશે. હવે આગલા કેટલાક અઠવાડિયામાં ઉડાણ યોજના અંતર્ગત જલદી બરેલીથી પણ ઉડાણ શરૂ થઈ જશે. 'ઉડે દેશ કા આમ નાગરિક' આ લક્ષ્યની સાથે અત્યાર સુધીમાં 120 રૂટ શરૂ કરવામાં આવી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે આજે વધુ બે પાવર પ્લાન્ટનો શિલાન્ય્સા અહીંથી કરવામાં આવ્યો છે. એક પ્લાન્ટ યૂપીના બુલંદશહરના ખુર્જામાં લાગી રહ્યો છે અને બીજો બિહારના બક્સરમાં લાગશે. આપણી સરકાર 21મી સદીમાં દેશી ઉર્જા જરૂરતોને ધ્યાનમાં રાખતા અનેક ક્ષેત્રોમાં કામ કરી રહી છે. પહેલાની સરકારે પાવર સેક્ટર અને દેશની ઉર્જા જાગરુકોને નજરઅંદાજ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે અમારું સપનું છે વન વર્લ્ડ, વન સન અને વન ગ્રીડ. જે કોલસાની વહેંચણીમાં દેશમાં કરોડોનું કૌભાંડ થયું, તે જ કોલસાની હરાજી માટે અમારી સરકારે દેશને એક પારદર્શી અને આધુનિક વ્યવસ્થા આપી. ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે અમે 2022 સુધી 175 ગીગાવોટ ક્લીન એનર્જીના ઉત્પાદન ક્ષમતા જોડવાનો લક્ષ્ય પણ રાખ્યો.

પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ સાંજે 4 વાગ્યેથી આ ૂટમાં મેટ્રો સેવા સામાન્ય લોકો માટે શરૂ થઈ જશે. આ નવા રૂટ પર 6 સ્ટેશન સેક્ટર 34, સેક્ટર 52, સેક્ટર 61, સેક્ટર 59, સેક્ટર 62 અને નોઈડા એલેક્ટોરનિક સિટી છે. પીએમ મોદીએ ગ્રેટર નોઈડામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનમાં કેટલીય વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. શનિવારે પીએમ મોદીએ બુલંદશહરમાં ખુર્જા નજીક સ્થાપિત થના થર્મલ પાવર પ્લાન્ટની આધાશિલા પણ રાખી.

આ પણ વાંચો- ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી

English summary
PM Modi To Inaugurate Delhi Metro's Blue Line Extension In Noida
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X