For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે કરશે કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટન, જાણો લોકોને શું થશે લાભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે (5 જાન્યુઆરી)એ કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi inaugurate Kochi-Mangaluru natural gas pipeline today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે (5 જાન્યુઆરી)એ કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈનનુ ઉદઘાટન કરશે. પીએમ નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ આજે સવારે 11 વાગે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી થશે. પીએમ મોદી દ્વારા લેવાનાર આ પગલુ એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રિડના નિર્માણની દિશાાં મહત્વનુ પગલુ હશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રીબીએસ યેદિયુરપ્પા, કેરળના રાજ્યપાલ આરિફ અહેમદ ખાન અને કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન પણ સાથે હશે. આ ઉપરાંત કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન પણ હાજર રહેશે.

pm modi

450 કિલોમીટર લાંબી છે આ પાઈપલાઈન

પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ પાઈપલાઈન 'એક દેશ, એક ગ્રિડ'ના નિર્માણમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ પાઈપલાઈન 450 કિલોમીટર લાંબી છે અને તેનુ નિર્માણ ગેલે કર્યુ છે. આ આખો પ્રોજેક્ટ બનાવવામાં કુલ કિંમત લગભગ 3000 કરોડ રૂપિયા હતી અને તેના નિર્માણથી 12 લાખથી વધુ માનવ-દિવસીય રોજગાર પેદા કર્યા છે. માહિતી મુજબ આ કૉચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈન પાથરવી પોતાનામાં એક પડકાર હતો કારણકે પાઈપલાઈના રૂટમાં 100થી વધુ સ્થળોએ જળ એકમોને પાર કરવા જરૂરી હતી. આ પાઈપલાઈનને ક્ષિતિજ દિશાત્મક ડ્રિલિંગ વિધિ નામની વિશેષ ટેકનિક દ્વારા પાથરવામાં આવી છે.

જાણો કેટલી છે પાઈપલાઈનની ક્ષમતા

પીએમઓએ જણાવ્યુ છે કે આ પાઈપલાઈન પાસે રોજ 12 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટરની પરિવહન ક્ષમતા છે. આ કોચ્ચિમાં તરલીકૃત કુદરતી ગેસ ટર્મિનલથી મેંગલુરુ સુધી કુદરતી ગેસ લઈ જશે. વચમાં આ પલક્કડ, મલ્લપુરમ, કોઝિકોડ, કન્નૂર, એર્ણાકુલમ, ત્રિશૂર અને કાસરગોડ જિલ્લાઓ વચ્ચેથી જશે.

જાણો કેવી રીતે આ પાઈપલાઈનથી તમને થશે ફાયદો

કોચ્ચિ-મેંગલુરુ કુદરતી ગેસ પાઈપલાઈન ઘરોમાં પાઈપ્ડ નેચરલ ગેસ(પીએનજી) તરીકે પર્યાવરણને અનુકૂળ અને સસ્તુ ઈંધણ સપ્લાય કરશે. આ સાથે જ તે પરિવહન ક્ષેત્રનો સંકુચિત કુદરતી ગેસ(સીએનજી) આપશે. આ ઉપરાંત તે પાઈપલાઈન જિલ્લામાં વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોનો પણ કુદરતી ગેસની સપ્લાય કરશે. સ્વચ્છ ઈંધણની ખપતથી વાયુ પ્રદૂષણ પર રોક એ પાઈપલાઈન એર ક્વૉલિટીમાં સુધારો લાવવામાં પણ મદદગાર હશે.

English summary
PM Modi inaugurate Kochi-Mangaluru natural gas pipeline today, Know about Kochi-Mangaluru gas pipeline.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X