For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલ મૈત્રી સેતુ પુલનુ કરશે ઉદઘાટન, ત્રિપુરાને પણ આપશે ઘણી ભેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવાર(9 માર્ચ)ના રોજ મૈત્રી સેતુ પુલનુ ઉદઘાટન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવાર(9 માર્ચ)ના રોજ મૈત્રી સેતુ પુલનુ ઉદઘાટન કરશે. મૈત્રી સેતુ પુલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફેની નદી પર બનેલો છે. પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફેની નદી પર નિર્મિત મૈત્રી સેતુ પુલનુ ઉદઘાટન કરશે. આ વાતની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય(પીએમઓ)એ આપી છે. પીએમઓએ કહ્યુ છે કે મૈત્રી સેતુ પુલ ભારત અને બાંગ્લાદેશ સંબંધોનુ પ્રતીક છે. પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત આજના કાર્યક્રમમાં ત્રિપુરામાં ઘણી માળખાગત પરિયોજનાનુ પણ ઉદઘાટન કરશે.

pm modi

પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર મૈત્રી સેતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધો અને મૈત્રીપૂર્ણ સંબંધોનુ પ્રતીક છે જે આગળ પણ ચાલુ રહેશે. પીએમ મોદીનો આ કાર્યક્રમ મંગળવારે બપોરે 12 વાગે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી થશે. ફેની નદી ત્રિપુરા અને બાંગ્લાદેશમાં ભારતીય સીમા વચ્ચે વહે છે. પુલ નિર્માણને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને માળખાગત વિકાસ નિગમ લિમિટેડ દ્વારા 133 કરોડ રૂપિયાની પરિયોજનાની કિંમતે બનાવવામાં આવ્યો છે. આ પુલની લંબાઈ 1.9 કિલોમીટર છે. આ પુલ ભારતમાં સબરુમને બાંગ્લાદેશના રામગઢથી જોડે છે.

પીએમઓએ માહિતી આપી છે કે પીએમ મોદી આજે કાર્યક્રમ દરમિયાન સબરુમમાં એકીકૃત ચેક પોઈન્ટ સ્થાપિત કરવા માટે પણ આધારશિલા મૂકશે. પીએમઓએ કહ્યુ છે કે આ બંને દેશો વચ્ચે માલ અને મુસાફરોની અવરજવરને સરળ બનાવવામાં મદદ કરશે. ઉત્તર-પૂર્વના રાજ્યોના ઉત્પાદનો માટે નવા બજારના અવસર આપશે અને ભારત-બાંગ્લાદેશના મુસાફરોની નિર્બાધ અવરજવરમાં મદદ કરશે. આ પરિયોજના ભારતના ભૂમિ બંદર પ્રાધિકરણ દ્વારા લગભગ 232 કરોડ રૂપિયાની અનુમાનિત કિંમત પર બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત પીએમ મોદી અગરતલા સ્માર્ટ સિટી મિશન હેઠળ બનેલા એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રનુ પણ ઉદઘાટન કરશે.

કોલકત્તા ઈમારતમાં આગથી 9ના મોત, PMએ વ્યક્ત કર્યો શોકકોલકત્તા ઈમારતમાં આગથી 9ના મોત, PMએ વ્યક્ત કર્યો શોક

English summary
PM Modi inaugurate Maitre Setu bridge between India and Bangladesh today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X