For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ લૉન્ચ કર્યુ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન', શ્રમિકોને મળશે રોજગાર

શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆત કરી.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે માર્ચમાં લૉકડાઉન લાગુ કર્યુ હતુ. જેના કારણે દેશમાં લાકો લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. હવે બેરોજગારોને રાહત આપવા માટે મોદી સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે. જે હેઠળ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન'ની શરૂઆત કરી. વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ઉપરાંત 6 રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા.

pm modi

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ગલવાનમાં શહીદ થયેલા સૈનિકોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે આજે જ્યારે હું બિહારના લોકો સાથે વાત કરી રહ્યો છુ તો હું ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા ઈચ્છીશ કે બિહાર રેજિમેન્ટના જવાનોએ લદ્દાખમાં પરાક્રમ બતાવ્યુ. જેના કારણે દરેક બિહારીને આના પર ગર્વ છે. જે વીરોએ બલિદાન આપ્યુ છે તેમના પ્રત્યે શ્રદ્ધાસુમન અર્પિત કરુ છુ. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા. તેમણે કહ્યુ કે લૉકડાઉન દરમિયાન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મે બિહારના અલગ અલગ જિલ્લાઓમાં પાછા આવેલા મજૂરો સાથે વાત કરી. બધાનુ કહેવુ હતુ કે તે રાજ્યથી બહાર જવા નથી ઈચ્છતા, બસ મજબૂરી તેમને ખેંચી જાય છે. હવે આ યોજના શરૂ થવાથી મજૂરોને બીજા રાજ્યોમાં જવાની જરૂર નહિ પડે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજનુ એલાન કરવામાં આવ્યુ હતુ. જે હેઠળ 6 રાજ્યોના 116 જિલ્લાઓમાં 125 દિવસનુ આ અભિયાન પ્રવાસી શ્રમિકોની મદદ કરશે. આનો ઉદ્દેશ કોરોના સંકટકાળમાં ગ્રામીણ ભારતમાં રોજગાર જાળવી રાખવાનો છે. 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજને બે ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ રૂપિયા ગરીબો અને મજૂરોને આપવામાં આવશે. વળી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને ત્રણ મહિના સુધી મફત રાશન આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં મનરેગા હેઠળ કામ કરતા લોકોને હવે 182 રૂપિયાના બદલે 202 રૂપિયા મળશે. આનાથી તેમની આવકમાં 2000 રૂપિયાનો વધારો થશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ ગરીબ વૃદ્ધો, ગરીબ વિધવાઓ અને ગરીબ દિવ્યાંગોને એક-એક હજાર રૂપિયાની અનુગ્રહ રકમ આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે.

સુશાંતના ડૉક્ટરે ખોલ્યો રાઝ, 'અંકિતાને ભૂલી નહોતા શકતા સુશાંત, બ્રેકઅપ બાદ..'સુશાંતના ડૉક્ટરે ખોલ્યો રાઝ, 'અંકિતાને ભૂલી નહોતા શકતા સુશાંત, બ્રેકઅપ બાદ..'

English summary
PM Modi launched Garib Kalyan Rojgar Abhiyaan through video conferencing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X