રાજકીય બળેવ: કોઇને છે પાક. બહેન તો કોઇ પાસે છે ફોઇબા!

Written By:
Subscribe to Oneindia News

ભારતમાં રક્ષાબંધનની ઉજવણી ખૂબ ધામધૂમથી થાય છે. આ વર્ષે ચંદ્ર ગ્રહણ હોવાને કારણે ઘણી જગ્યાઓએ સવારે જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં શાળાની બાળકીઓએ વડાપ્રધાનને રાખડી બાંધી તહેવાર ઉજવ્યો હતો. સાથે પીએમના પાકિસ્તાનના બહેન પણ તેમને રાખડી બાંધવા આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગાંધીનગર ખાતે રાખડી બંધાવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ અંગે વધુ માહિતી અને તસવીરો માટે આગળ વાંચો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ પોતાના દિલ્હીના કાર્યાલયમાં દર વર્ષની માફક શાળાના બાળકોના હાથે રાખડી બંધાવી આ તહેવારની ઉજવણી કરી હતી. આ ઉપરાંત આ વર્ષે વૃંદાવનના આશ્રમની કેટલીક વિધવા મહિલાઓ પણ પીએમને રાખડી બાંધવા પહોંચી હતી. આ મહિલાઓએ ખાસ પીએમ મોદી માટે પોતાના હાથે 1500 જેટલી રાખડી તૈયાર કરી હતી.

રામ નાથ કોવિંદ

રામ નાથ કોવિંદ

ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે શાળાના બાળકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વિવિધ શાળાના બાળકો રાષ્ટ્રપતિને રાખડી બાંધવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.

વિજય રૂપાણી

વિજય રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અહીં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સીએમ રૂપાણીને રાખડી બાંધી હતી. આ ઉપરાંત, ભાજપ મહિલા મોરચાના સભ્યો, બ્રહ્માકુમારી અને એનસીસીની મહિલાઓએ પણ સીએમ રૂપાણીને રાખડી બાંધી હતી.

પીએમ મોદીના પાકિસ્તાની બહેન

પીએમ મોદીના પાકિસ્તાની બહેન

આ વર્ષના રક્ષાબંધનના પર્વને ખાસ બનાવ્યું, પીએમ મોદીના પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે. એએનઆઇ સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 22-23 વર્ષોથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધુ છું. મેં જ્યારે પહેલીવાર નરેન્દ્રભાઇને રાખડી બાંધી હતી ત્યારે તેઓ એક મહેનતુ કાર્યકર્તા હતા, આજે પોતાની મહેનતને કારણે જ તેઓ વડાપ્રધાન બન્યા છે. આ વખતે મેં વિચાર્યું હતું કે, વડાપ્રધાન પોતાના કાર્યમાં વ્યસ્ત હશે. પરંતુ 2 દિવસ પહેલાં તેમણે મને ફોન કર્યો હતો. હું ખૂબ ખુશ થઇ ગઇ અને મેં દિલ્હી આવવાની તૈયારીઓ શરૂ કરી દીધી.

English summary
PM Modi, President Ram Nath Kovind abd Gujarat CM Vijay Rupani celebrates Rakshabandhan at their respective offices.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.