પીએમ મોદીની અપીલઃ 5 એપ્રિલે રાતે 9 વાગે રોશનીનુ મહાજાગરણ કરો

કોરોના સંકટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓ સાથે વીડિયો સંદેશ શેર કર્યો.

કોરોના સંકટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશવાસીઓ સાથે વીડિયો સંદેશ શેર કર્યો. આ દરમિયાન તેમણે કહ્યુ કે જે અનિશ્ચિતતા પેદા થઈ છે, તેને સમાપ્ત કરીને પ્રકાશ તરફ આગળ વધવાનુ છે. પીએમ મોદીએ કહ્યુ કે કોરોનાને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારે દિશાઓમાં ફેલાવવાનો છે. આ રવિવારે પાંચ એપ્રિલના રોજ આપણે બધાએ મળીને કોરોના સંકટના અંધકારને પડકારવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય આપવાનો છે. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી અને કહ્યુ કે 5 એપ્રિલે રાતે 9 વાગે ઘરની બધી લાઈટો બંધ કરીને 9 મિનિટ સુધી મોબાઈલની લાઈટ, મિણબત્તી કે દીવો પ્રગટાવો.

130 કરોડ દેશવાસીઓએ મહાશક્તિનુ જાગરણ કરવાનુ છે

130 કરોડ દેશવાસીઓએ મહાશક્તિનુ જાગરણ કરવાનુ છે

પીએમ મોદીએ કહ્યુ, પાંચ એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓએ મહાશક્તિનુ જાગરણ કરવાનુ છે. રાત 9 વાગે તમારા બધાની 9 મિનિટ હું ઈચ્છુ છે, ઘરના બધા દરવાજા બંધ કરીને દરવાજા પર મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવાની છે. 9 મિનિટ સુધી જરૂર ચલાવો. જ્યારે ચારે તરફ દરેક વ્યક્તિ એક-એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકારશની એ મહાશક્તિનો અહેસાસ થશે જેમાં એક જ હેતુથી આપણે બધા લડી રહ્યા છે તે દેખાશે.

આપણે એકલા નથી, કોઈ એકલુ નથી

આપણે એકલા નથી, કોઈ એકલુ નથી

આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સલાહ પણ આપી કે તે પોતાના ઘરોમાંથી બહાર ન નીકળે. તેમણે કહ્યુ, આપણે સંકલ્પ કરીશુ કે આપણે એકલા નથી, કોઈ એકલુ નથી. પરંતુ આ આયોજન વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનુ નથી. રસ્તામાં કે ગલીઓમાં ક્યાંય નહિ. સોશિયલ ડિસ્ટંસીંગને કોઈ પણ હાલતમાં તોડવાનુ નથી. કોરોનાની ચેન તોડવાનો આ જ રામબાણ ઈલાજ છે. સોશિયલ ડિસ્ટંસ્ટીંગની લક્ષ્મણ રેખાને તોડવાની નથી. કોરોનાની ચેન તોડવાનો એકમાત્ર વિકલ્પ છે સોશિયલ ડિસ્ટંસીંગ.

કોરોનાને હરાવીએ, ભારતને વિજયી બનાવીએ

પીએમ મોદીએ કહ્યુ, મારી એક પ્રાર્થના છે કે આ આયોજન પોતાના ઘરના દરવાજા, બાલકનીથી કરવાનુ છે. તેમણે કહ્યુ કે આપણે નિરંતર પ્રકાશ તરફ જવાનુ છે જે કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે, આપણા ગરીબ ભા-બહેન તેમને કોરોના સંકટથી પેદા થયેલી નિરાશાને આશા તરફ લઈ જવાની છે. પીએમે કહ્યુ કે આપણા ઉત્સાહ, આપણા સ્પિરિટથી વધીને દુનિયામાં કોઈ ફોર્સ નથી હોતુ. દુનિયામાં એવુ કંઈ નથી જે આપણે આ તાકાતથી મેળવી ન શકીએ. આવો સાથે મળીને કોરોનાને હરાવીએ, ભારતને વિજયી બનાવીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X