• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી મોદીએ બહાદૂર બાળકો વચ્ચે ખોલ્યો પોતાના ચહેરાની ચમકનો રાઝ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકો સાથે એક વાતચીતમાં જણાવ્યુ કે તે પરસેવાની માલિશ કરે છે જેના કારણે તેમની ત્વચા ચમકદાર છે.
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકો સાથે એક વાતચીતમાં જણાવ્યુ કે તે પરસેવાની માલિશ કરે છે જેના કારણે તેમની ત્વચા ચમકદાર છે અને ચહેરા પર તેજ રહે છે. શુક્રવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જીતનારા બાળકો સાથે પીએમ મોદી વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન એક બાળકે પૂછ્યુ કે પીએમ મોદી તમારા ચહેરા પર એક તેજ છે, તેનો રાઝ શું છે? જવાબમાં મોદીએ કહ્યુ કે ચહેરા પર પરસેવાથી માલિશ.

હું બહુ જ મહેનત કરુ છુઃ મોદી

હું બહુ જ મહેનત કરુ છુઃ મોદી

પીએમ મોદીએ ચહેરા પર તેજ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ કે, મને બહુ વર્ષો પહેલા કોઈએ પૂછ્યુ કે તમારા ચહેરા પર આટલુ તેજ કેમ છે? મે તેમને જવાબ આપ્યો કે હું એટલી મહેનત કરુ છુ કે મારા શરીરમાંથી બહુ જ પરસેવો નીકળે છે અને હું એ જ પરસેવાથી ચહેરાની માલિશ કરુ છુ, તો મારો ચહેરો ચમકી જાય છે. બાળકોને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે દિવસમાં ચાર વાર શરીરમાંથી પરસેવો નીકળવો જોઈએ. મોદીએ બાળકોને સવાલ કર્યો કે તમારામાંથી કેટલા લોકો છે જેમને દિવસમાં ચાર વાર પરસેવો આવે છે.

તમે કમાલનુ કામ કર્યુ છે

તમે કમાલનુ કામ કર્યુ છે

પ્રધાનમંત્રીએ આ દરમિયાન બાળકોને કહ્યુ, તમે જે કામ કર્યુ છે, તેને વિચારવામાં પણ મોટા-મોટા લોકોને પરસેવો છૂટી જાય છે. હું બધા યુવા સાથીઓના આવા સાહસિક કામ વિશે જ્યારે પણ સાંભળુ છુ, તમારી સાથે વાતચીત કરુ છુ, તો મને પ્રેરણા મળે છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે સાહસ આપણા સ્વભાવમાં હોવી જોઈએ. સાહસ વિના જીવન સંભવ નથી.

પોતાના આવાસ પર કરી બાળકો સાથે વાતચીત

પોતાના આવાસ પર કરી બાળકો સાથે વાતચીત

પીએમ મોદીએ પોતાના આવાસ પર શુક્રવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2020 જીતનારા 49 બાળકો સાથે વાતચીત કરી. મોદીએ બાળકોને કહ્યુ કે આટલી નાની ઉંમરમાં જે રીતે તમે બધા અલગ અલગ ક્ષેત્રોમાં જે પ્રયાસ કર્યા, જે કામ કર્યુ છે, તે કમાલ છે. તમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાહસ બતાવ્યુ અને અલગ અલગ ક્ષેત્રોમાં ઉપલબ્ધિઓ મેળવી છે.

આ પણ વાંચોઃ દિયા મિર્ઝાનો પીછો કરતો હતો એક યુવક, જાણો તેણે કેવી રીતે ભણાવ્યો પાઠઆ પણ વાંચોઃ દિયા મિર્ઝાનો પીછો કરતો હતો એક યુવક, જાણો તેણે કેવી રીતે ભણાવ્યો પાઠ

English summary
PM Modi reveal the secret To His Glowing Skin To Kids I Massage My Face With Sweat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X