For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની મંત્રીઓને સલાહ, મંત્રાલયોમાં પોતાના સંબંધીઓને નિયુક્ત ના કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સલાહ આપી કે તે એવા દાવા કરો જે સ્થાપિત થઈ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓને નિયુક્ત ન કરે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સલાહ આપી કે તે એવા દાવા કરો જે સ્થાપિત થઈ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓને નિયુક્ત ન કરે. સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા મોદીએ મીડિયા અને સાર્વજનિક રીતે બિન જરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યુ કે તે માત્ર તથ્યોને બતાવે અથવા એવા દાવા કરો જે સ્થાપિત થઈ શકે.

pm modi

પ્રધાનમંત્રીએ મંત્રીઓને એ પણ કહ્યુ કે તે પોતાના સંબંધિત મંત્રાલયોમાં કે વિભાગોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓને નિયુક્ત ના કરે. શાસનની 'ગતિ' અને 'દિશા'માં સુધારો લાવવા માટે મોદીએ કહ્યુ કે કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ વચ્ચે સારુ સમન્વય હોવુ જોઈએ. તેમણે મંત્રીને સલાહ આપી કે તેમનો સંવાદ મંત્રાલયોના સચિવો જેવા મોટા અધિકારીઓ સુધી સીમિત ન હોવો જોઈએ પરંતુ તે અન્ય નીચલા સ્તરવાળા અધિકારીઓ સાથે પર પણ વાત કરે.

મોદી મંત્રીમંડળની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેઝન્ટેશન આપ્યુ. અમિત શાહે અનુચ્છેદ 370 વિશે વિસ્તારથી જણાવ્યુ. તેમણે જમ્મુ કાશ્મીરના ઈતિહાસ અને અનુચ્છેદ 370ના વિકાસ પર પ્રતિકૂળ અસર વિશે જણાવ્યુ. રાજ્યની લેટેસ્ટ સ્થિતિ વિશે પણ મંત્રીપરિષદને માહિતી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્તમાન નાણાકીય સ્થિતિ પર વિસ્તારથી જણાવ્યુ. અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે સરકાર તરફથી ઉઠાવાયેલા પગલાની માહિતી પણ તેમણે આપી.

પ્રધાનમંત્રીએ કહ્યુ કે મંત્રીઓએ સવારે સાડા 9 વાગે ઓફિસ પહોંચી જવુ જોઈએ અને અમુક મંત્રીઓએ તેમના નિર્દેશ પર ધ્યાન આપવાની જરૂર છે અને તેમણે આ કરવુ જોઈએ. પીએમ મોદીએ કહ્યુ કે તેમણે ઘણી વાર પોતાના કેબિનેટ સહયોગીઓને અનુશાસન, સમયની મર્યાદા અને કામ કરવાની પ્રતિબદ્ધતા અંગે નેતૃત્વ કરવા માટે કહ્યુ છે.

આ પણ વાંચોઃ કેબિનેટ મીટિંગનો ફેસલોઃ 75 નવી મેડિકલ કોલેજ ખુલશે, ખેડૂતો માટે 6200 કરોડઆ પણ વાંચોઃ કેબિનેટ મીટિંગનો ફેસલોઃ 75 નવી મેડિકલ કોલેજ ખુલશે, ખેડૂતો માટે 6200 કરોડ

English summary
PM Modi's advice to ministers, do not appointed your relatives in ministries
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X