For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનામત મુદ્દે નરેન્દ્ર મોદીની અપીલ, કહ્યું ગુજરાતીઓ શાંતિ જાળવે

|
Google Oneindia Gujarati News

પટેલ આરક્ષણ મામલે ગુજરાત ભડકે બળી રહ્યું છે. ગઇ કાલેની ક્ષણિક શાંતિ બાદ આજે ફરી સુરત અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગ ચાંપી અને પથ્થર મારા સાથે જ્યાં પટેલ સમુદાયનું અનામત આંદોલન જોર પકડી રહ્યું છે. ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર આ અંગે પ્રતિક્રિયા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વીડિયો જાહેર કરીને ગુજરાતીઓને હિંસા રોકવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. નોંધનીય છે કે આવું પહેલી વાર બન્યું છે મોદીએ કોઇ આવી ધટના પર આટલી ત્વરિત પ્રતિક્રિયા આપી હોય.

narendra modi

અનામતની આગમાં બળી રહેલા ગુજરાતને ગુજરાતના લોકલાડીલા નેતા એવા નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે લોકોએ શાંતિ જાણવવી જોઇએ. મોદીએ કહ્યું કે હિંસાથી કોઇનું ભલુ થતું નથી. વધુમાં મોદીએ કહ્યું છે કે રાજ્યનો વિકાસ કરવા માટે આપણે સૌવ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.

વધુમાં મોદીએ કહ્યું કે લોકશાહીની મર્યાદાઓને આપણે સૌએ સ્વીકારવી જોઇએ. વાતચીત દ્વારા સમસ્યાનો હલ લાવવો જોઇએ. સાથે જ મોદીએ કહ્યું કે ગુજરાત નિરંતર નવી ઊંચાઇએ લઇ જવા માટે અમે પ્રયત્નશીલ છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બન્નેની ભૂમિની છે તે વાત લોકોએ ભૂલવી ના જોઇએ.

ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વીડિયોની જુઓ અહીં...

English summary
Prime Minister Narendra Modi's appeal to people of Gujarat. Gujarat is tense after last night's violence following the brief detention of 21-year-old Hardik Patel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X