ભિવંડી દૂર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, કહ્યુ- દરેક સંભવ મદદ કરશે સરકાર
ભિવંડી ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
નવી દિલ્લીઃ મહારાષ્ટ્રના ભિવંડીમાં સોમવારે સવારે એક દર્દનાક દૂર્ઘટના બની જ્યાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ઉપરાંત 20-25 લોકોના ફસાયા હોવાની સંભાવના છે. મામલાની ગંભીરતાને જોતા એનડીઆરએફને પણ બોલાવવામાં આવી હતી. જેના કારણે લગભગ 20 લોકોને બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. બચાવ દળના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. આ ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ છે.

પીએમ મોદીએ ટવિટ કરીને લખ્યુ કે મહારાષ્ટ્રના ભિવંડીમાં જે ઈમારત ધરાશાયી થવાની દર્દનાક ઘટના બની છે તેનાથી દુઃખી છુ. મારી શોક સંવેદના મૃતકોના પરિવારજનો સાથે છે. હું પ્રાર્થના કરુ છુ કે દૂર્ઘટનામાં ઘાયલ લોકો જલ્દી ઠીક થઈ જશે. આ સાથે જ બચાવ અભિયાન મોટા પાયે ચાલી રહ્યુ છે. ઘાયલોને દરેક સંભવ મદદ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેવી રીતે બની દૂર્ઘટના
વાસ્તવમાં મુંબઈના ઠાણે પાસે ભિવંડીમાં જે ઈમારત ધરાશાયી થઈ છે તેનુ નિર્માણ 1984માં થયુ હતુ. અહીં 21 પરિવાર રહેતા હતા. આ ત્રણ માળની ઈમારત માટે મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલેથી જ નોટિસ આપી હતી. સાથે એ પણ જણાવ્યુ હતુ કે આટલા વધુ પરિવાર રહેવાના કારણે બિલ્ડિંગને જોખમ છે પરંતુ અહીં રહેતા લોકોએ અધિકારીઓની સાંભળી નહિ. સોમવારે સવારે 3.40 વાગે લગભગ જ્યારે બધા લોકો ઉંઘમાં હતા ત્યારે આ દૂર્ઘટના બની. કાટમાળના ઘણા બાળકો પણ ફસાયેલા છે.












Click it and Unblock the Notifications
