કોરોના વાયરસના કારણે પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પણ રદ
કોરોના વાયરસના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો વધુ એક વિદેશ પ્રવાસ રદ કરી દીધો.
દેશ-દુનિયામાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો વધુ એક વિદેશ પ્રવાસ રદ કરી દીધો. પીએમ મોદી 17 માર્ચે બાંગ્લાદેશ જવાના હતા પરંતુ તેમણે પોતાનો આ પ્રવાસ રદ કરી દીધો. વળી, તેમણે બાંગ્લાદેશના કોરોના વાયરસના જોખમને જોતા આ પ્રવાસને રદ કરી દીધો.

બાંગ્લાદેશમાં કોરોના વાયરસનના 3 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના જોખમને જોતા પીએમ મોદી આ પ્રવાસને રદ કરવાનો નિર્ણય લીધો. બાંગ્લાદેશમાં 17 માર્ચે તે શેખ મુજીબર્રહમાનની જયંતિમાં શામેલ થવાના હતા પરંતુ હવે શતાબ્દી સમારંભ રદ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે આ કાર્યક્રમને રદ કરવાનો નિર્ણ લેવામાં આવ્યો. હવે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના કોઈ સાર્વજનિક સભાના સમારંભનુ ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોળી કાર્યક્રમ પણ રદ કરી દીધો.












Click it and Unblock the Notifications
