For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનની 'મન કી બાત' થકી રેડિયોના આવ્યા સારા દિવસો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયોના માધ્યમથી પોતાના મનની વાતો લોકો સુધી પહોંચાડવાનું વિચાર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેડિયો પર મનની વાતથી રેડિયોના સારા દિવસો પણ આવી ગયા છે. રેડિયો પર આવનારી જાહેરાતોની કિંમતોમાં વધારો થયો છે.

વડાપ્રધાન આવતીકાલે રેડિયો પર મનની વાત દ્વારા વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા વિશે વાત કરશે. આ કાર્યક્રમ દરમિયાન રેડિયો પર પ્રચાર માટે અત્યારથી જ 25 લાખ રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે. રેડિયોના અધિકારીઓનું કહેવું છે કે અમે વડાપ્રધાનના કાર્યક્રમનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો અને તેની પર સૌએ સહમતી દર્શાવી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને રેડિયો પર મનની વાત કરે છે. તેને ધ્યાનમાં રાખતા રેડિયોએ આ કાર્યક્રમ દરમિયાન પ્રચાર માટે રૂપિયા જમા કરવાનો નિર્ણય લીધો. જેનો રેડિયોને જબરદસ્ત ફાયદો થતો દેખાઇ રહ્યો છે.

man ki baat
ભારત પાક મેચથી પણ વધારે હિટ છે 'મન કી બાત'
ધ્યાન આપવા જેવી વાત એ છે કે મોદીના આ કાર્યક્રમ દરમિયાન પ્રચારના રેટ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન આવનાર પ્રચારથી પણ મોંઘા છે. ભારત પાકિસ્તાન મેચ દરમિયાન પ્રચારની કિંમત લગભગ 10થી 15 હજાર થાય છે. જ્યારે મોદીના મનની વાત કાર્યક્રમ દરમિયાન પ્રચારની કિંમત 2 લાખ રૂપિયા છે.

500થી 25 લાખ પહોંચી જાહેરાતની કિંમત
નોંધનીય છે કે રેડિયો પર સાધારણ કાર્યક્રમ દરમિયાન પ્રચાર આપવાની કિંમત માત્ર 500 રૂપિયાથી લઇને 1500 રૂપિયા થાય છે, જેની સમય મર્યાદા 10 સેકંડ થાય છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને 240 રેડિયો સ્ટેશન પર ચલાવવામાં આવે છે. વડાપ્રધાન મોદીના આવતી કાલ માટેના 'મન કી બાત' કાર્યક્રમ માટે 105 સેકંડના સમય માટે રેડિયોને 25 લાખ રૂપિયા મળ્યા છે.

English summary
PMs Mann Ki Baat has emerged a big revenue-generating property for All India Radio, which has already collected more than Rs 25 lakh from advertisers for the coming Sundays programme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X