પીએમ મોદીઃ RBIના આજના નિર્ણયોથી મળશે ખેડૂતો અને ગરીબોને લાભ

કેન્દ્રીય અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે આજે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સમર્થન કર્યુ.

કોરોના વાયરસ લૉકડાઉન દરમિયાન કેન્દ્રીય અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે આજે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને સમર્થન કર્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, આરબીઆઈના આજના નિર્ણયોથી નાના ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબોને ફાયદો મળશે. WMA લિમિટ વધારી દેવાથી રાજ્યોને પણ લાભ મળશે. કોરોના વાયરસ મહામારી રોકવા માટે કરવામાં આવેલ લૉકડાઉનના કારણે વિવિધ સેક્ટર્સને થયેલ ભારે નુકશાનની ભરપાઈ કરવા માટે આરબીઆઈએ શુક્રવારે ઘણી ઘોષણાઓ કરી.

બધા રાજ્યોને મદદ મળી શકશે

બધા રાજ્યોને મદદ મળી શકશે

પીએમ મોદીએ આરબીઆઈના આજના કરવામાં આવેલ એલાનો પર ટ્વિટ કરીને લખ્યુ છે કે આજનુ આરબીઆઈનુ એલાન દેશમાં ઘણી સારી રીતે લિક્વિડિટી વધારશે અને ક્રેડિટ સપ્લાયમાં સુધારો આવશે. આ પગલાં આપણા નાના વેપારો, એમએસએમઈ, ખેડૂતો અને ગરીબોને મદદ કરશે. આ ઉપરાંત WMA(વેજ એન્ડ મીંસ એડવાન્સ) સીમા વધારવાથી આપણા બધા રાજ્યોને મદદ મળી શકશે.

સીતારમણે આ કહ્યુ

આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે કોરાનાના કારણે થતી મુશ્કેલીઓના કારણે આરબીઆઈ તરફથી કેશ તરલતા જાળવી રાખવા, બેંક લોન પ્રવાહને પ્રોત્સાહિત કરવા, નાણાકીય તણાવ ઘટાડવા અને બજારોના સામાન્ય કામકાજને સક્ષમ કરવાના ઉદ્દેશ્યથી ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવરે અર્થવ્યવસ્થામાં સુધારા માટે ઘણા મોટા એલાન કર્યા છે. આરબીઆઈએ આર્થિક સંસ્થાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાનુ પેકેજ આપ્યુ. સાથે જ રિવર્સ રેપો રેટને 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યુ જેથી બેંક રોકાણ વધારે. આરબીઆઈએ રિવર્સ રેપો રેટ 4 ટકાથી ઘટાડીને 3.75 ટકા કરી દીધુ છે.

આરબીઆઈ ગવર્નરે આ કહ્યુ

આરબીઆઈ ગવર્નરે આ કહ્યુ

આરબીઆઈ ગવર્નર દાસે કહ્યુ, મહામારીના પ્રકોપ દરમિયાન સામાન્ય કામકાજ સુનિશ્ચિત કરવા માટે બેંકો, નાણાકીય સંસ્થાઓએ વિશેષ તૈયારી કરી છે. ભારત માટે આઈએમએફનુ જીડીપી વદ્ધિ દર અનુમાન 1.9 ટકા છે, જે જી20 દેશોમાં સૌથી વધુ છે. તેમણે કહ્યુ કે દેશમાં બેંકો પાસે પૂરતા પૈસા છે. એટીએમ સુચારુ રીતે ચાલી રહ્યા છે. અનાજની કમી નથી. જો કે આરબીઆઈએ માન્યુ કે આ અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીનો સમય છે. ઉદ્યોગો પર કોરોનાની અસર પડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X