For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ સત્રના અંતિમ દિવસે મોદી બોલ્યા- દેશમાં વિશ્વાસ વધી રહ્યો છે

દેશમાં વિશ્વાસ વધી રહ્યો છે જે સારા સંકેત છેઃ મોદી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રના અંતિમ દિવસે લોકસભાની સંબોધિત કરી. પીએમ મોદીએ સમાપન સત્રમાં બોલતા કહ્યું કે ત્રણ દશક બાદ દેશને પૂર્ણ બહુમત વાળી અને આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસ ગોત્રની ન હોય તેવી સરકાર બની છે. આવી મિશ્રીત સરકાર અટલજીની હતી અને આવી પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની છે. આ બજેટ સત્ર મોદી સરકારના કાર્યકાળનું અંતિમ સત્ર હતું.

narendra modi

પીએમ મોદીએ લોકસભામાં સમાપન સત્રને સંબોધિત કરતા આગળ કહ્યું કે દેશમાં આ સમયે લોકોનો વિશ્વાસ સૌથી વધુ છે. મારા ખ્યાલથી આ સારા સંકેત છે કેમ કે આ વિશ્વાસ વિકાસને હજુ આગળ વધારશે.પીએમ મોદીએ સમાપન સત્રમાં લોકસભાને સંબોધિત કરતા કહ્યું કે 16મી લોકસભામાં અમને ગર્વ છે. અમે જોયું કે આમાં સૌથી વધુ મહિલાઓ ચૂંટાઈને લોકસભામાં પહોંચી. 16મી લોકસભામાં પહેલીવાર 44 મહિલાઓ લોકસભા માટે ચૂંટાઈ આવી. લોકસભામાં પીએમ મોદીએ કહ્યું કે દુનિયા આજે ગ્લોબલ વોર્મિંગના મુદ્દા પર ચર્ચા કરી રહી છે અને ભારતે આ સમસ્યાથી નિપટવા માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચના માટે પ્રયાસ કર્યા.

પીએમ મોદીએ કહ્યું કે સદને કાળા ધન અને ભ્રષ્ટાચારથી નિપટવા માટે કેટલાય કાયદા બનાવ્યા. આ સદનમાં વસ્તુ અને સેવા કર (જીએસટી) પણ પાસ કર્યું.

આ પણ વાંચો- અનિલ અંબાણી પર 550 કરોડ રૂપિયાન માનહાનિના મામલામાં SC કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો

English summary
pm modi says in lok sabha The country’s self-confidence is at an all time high
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X