મોદી હવે લંડન, સિંગાપુર અને હોંગકોંકમાં રહેશે!

તમે આ હેડલાઇન વાંચીને જો તેવું વિચારતા હોવ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી કોઇ વિદેશ પ્રવાસ પર ઉપડી રહ્યા છે તો તમને જણાવી દઉં કે મોદી હવે વિદેશમાં જ રહેવાના છે. તે પણ લંડન, સિંગાપુર અને બેંગકોક અને હોંગકોંગમાં. પણ વ્યક્તિગત રીતે નહીં પણ પૂતળા સ્વરૂપે કારણ કે લંડનના જાણીતા મ્યુઝિયમ મેડમ તુસાદમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પૂતળું લાગવાનું છે.

અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પછી નરેન્દ્ર મોદી તેવા બીજા ભારતીય વડાપ્રધાન હશે જેમનું પૂતળું લંડનના પ્રસિદ્ધ મેડમ તુસાદ મ્યુઝિયમમાં લાગશે. અને આ પૂતળાના લાગ્યા બાદ ચોક્કસથી લંડનના આ મ્યુઝિયમની કમાણી ભારતીય પર્યટકોની બમણી થવાની છે.

ત્યારે મોદીના આ પૂતળાને વિશ્વના જાણીતા નેતાઓ જેવા કે બરાક ઓબામા, બિલ કિલન્ટન અને ઇન્દિરા ગાંધીને પાસે મુકવામાં આવશે. જો કે મેડમ તુષારના આ મ્યુઝિયમમાં મોદીની કંપની આપવા માટે બોલીવૂડના અનેક જાણીતા સ્ટાર જેવા કે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચનના પૂતળા ત્યાં પહેલેથી હાજર છે. તો જુઓ કેવા લૂકમાં મોદી ત્યાં જોવા મળશે.

મોદી જશે લંડન!

મોદી જશે લંડન!

લંડનના જાણીતા મ્યુઝિયમ મેડમ તુસાદ હવે નરેન્દ્ર મોદીનું પણ પૂતળી વિશ્વના જાણીતા નેતાઓની સાથે ઊભુ રહેશે.

મોદીજી જરા દાંત કાઢો તો!

મોદીજી જરા દાંત કાઢો તો!

આ માટે લંડનથી મેડમ તુસાદના આર્ટીસ્ટ અને એક્સપર્ટની ટીમ દિલ્હી આવી હતી અને તેમણે મોદીના મીણના પૂતળાને સંપૂર્ણ પણે યોગ્ય રીતે બનાવવા માટે આ રીતે માપ લીધુ હતું.

આવું તો ખાલી આ બેન જ કરી શકે!

આવું તો ખાલી આ બેન જ કરી શકે!

મોદીના વાળથી લઇને તેમની આંખોના રંગ અને હાથ પગનું આ આર્ટીસ્ટો દ્વારા યોગ્ય માપ લેવામાં આવ્યું હતું. આ વેક્સની પ્રતિમામાં નરેન્દ્ર મોદી ક્રીમ કલરના કુર્તા પાયજામામાં જોવા મળશે.

મોદીનો સાથ આપશે ઇન્દિરા અને ઓબામા!

મોદીનો સાથ આપશે ઇન્દિરા અને ઓબામા!

મેડમ તુસાદ મ્યુઝિયમ લંડન સિવાય સિંગાપોર, બેંગકોક અને હોંગકોંકમાં પણ છે. અને મોદીનું આ પૂતળું પણ લંડન સિવાય ઉપરોક્ત તમામ મ્યુઝિયમમાં લાગશે. વળી લંડનના મ્યુઝિયમમાં જ્યાં મોદીનું આ પૂતળું લાગશે ત્યાં તેમને કંપની આપશે ઇન્દિરા ગાંધી અને ઓબામાનું પૂતળું.

ઇન્દિરા પછી બીજા મોદી

ઇન્દિરા પછી બીજા મોદી

નોંધનીય છે કે મેડમ તુસાદના આ મ્યુઝિયમમાં બોલીવૂડની તો અનેક જાણીતી હસ્તીઓના વેક્સના પૂતળા છે પણ રાજનેતાઓ અને વડાપ્રધાનમાં ઇન્દિરા ગાંધી બાદ મોદી બીજા વડાપ્રધાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X