લોકસભામાં પીએમ મોદીઃ પહેલી વાર ખબર પડી ‘ગળે મળવા અને ગળે પડવા'માં શું છે તફાવત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીથી એકવાર કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીથી એકવાર કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યુ છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગળે મળવા અંગે પણ કટાક્ષ કર્યો છે. લોકસભામાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે હું જયારે પહેલી વાર અહીં આવ્યો તો મને ખબર પડી કે ગળે મળવા અને ગળે પડવામાં શું ફરક હોય છે. પીએમે કહ્યુ કે મારા જેવા નવા સાંસદે તમારી પાસેથી ઘણુ શીખ્યુ છે. અહીં આવીને મને કયારેય નથી લાગ્યુ કે હું નવો છુ, એટલા માટે હું આપ સૌનો આભાર માનુ છુ.

'અમારા કાર્યકાળમાં દેશ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યુ'
પીએમ મોદીએ કહ્યુ કે અમારા કાર્યકાળમાં દેશ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બન્યુ છે. એટલા માટે અહીં બેઠેલા બધા સભ્યો અભિનંદનને પાત્ર છે કારણકે નીતિ-નિર્ધારણનું કામ અહીં થયુ છે. આજે વિશ્વમાં ભારતનું એક અલગ સ્થાન બન્યુ છે જેનો સમગ્ર યશ પૂર્ણ બહુમતની સરકાર બનાવનાર દેશના સવાસો કરોડ દેશવાસીઓને જાય છે. છેલ્લા 5 વર્ષોમાં ભારતે માનવતાના કામમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે.
|
1400થી વધુ નિષ્ક્રિય કાયદાઓને સમાપ્ત કર્યા
પીએમે કહ્યુ કે આ સંસદના સભ્ય જ્યારે જનતા વચ્ચે જશે તો તે ગર્વથી આ 5 વર્ષોમાં સંસદ દ્વારા કાળા નાણાં અને ભ્રષ્ટાચારના વિરોધમાં બનાવાયેલા કાયદા વિશે કહી શકે છે. આ સંસદના સભ્યોએ 1400થી વધઉ નિષ્ક્રિય કાયદાઓ સમાપ્ત કરવાનું પણ કામ કર્યુ છે. મારા જેવા નવા સાંસદે પણ તમારા બધા પાસેથી ઘણુ શીખ્યુ છે. અહીં આવીને મને ક્યારેય નથી લાગ્યુ કે હું નવો છુ એટલા માટે હુ તમારા બધાનો આભારી છુ.
|
પાંચ વર્ષના કાર્યકાળમાં કોઈ ભૂકંપ નથી આવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આધાર, ભ્રષ્ટાચાર અને ભારતની આર્થિક સ્થિતિ, વિદેશ નીતિ જેવા ઘણા મુદ્દાઓ પર પોતાની વાત કહી. પીએમે કહ્યુ કે અમારી સરકારે સબકા સાથ, સબકા વિકાસના આધારે કામ કર્યુ છે. પીએમે પોતાના સંબોધનમાં સાંસદોના વેતન પર પણ વાત મૂકી. પીએમે કહ્યુ કે આના માટે સાંસદોને ટીકાઓ પણ ઝેલવી પડી હતી. પરંતુ આ સંસદે આના માટે પણ એક અલગ વ્યવસ્થા કરી દીધી છે. આ દરમિયાન પીએમે કહ્યુ કે અમે ક્યારેક ક્યારેક સાંભળતા હતા કે ભૂકંપ આવશે પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ ખતમ થવાનો છે પરંતુ ભૂકંપ ના આવ્યો.












Click it and Unblock the Notifications
