કોરોના પર પીએમ મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ પીએમ, સોનિયા ગાંધી, મુલાયમ સાથે વાત કરી
પીએમે માત્ર પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી જ નહિ પરંતુ અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ વાતચીત કરી છે.
કોરોના વાયરસનો સામનો કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત સમાજના દરેક વર્ગના લોકા સંપર્કમાં છે. પીએમે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ખેલ જગતની હસ્તીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાત કરી. હવે પ્રધાનમંત્રીએ બે પૂર્વ રાષ્ટ્રપતિ અને બે પૂર્વ પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. પીએમે માત્ર પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી જ નહિ પરંતુ અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ વાતચીત કરી છે.

પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ,મમતા બેનર્જી, નવીન પટનાયક, કે ચંદ્રશેખર રાવ, એમકે સ્ટાલિન, પ્રકાશ સિંહ બાદલ સાથે પણ કોરોના વાયરસ મુદ્દે વાત કરી છે. આ પહેલા પીએમે વીડિયો સંદેશ દ્વારા દેશવાસીઓને અપીલ કરી હતી કે સંકટની આ ઘડીમાં 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મિનિટ માટે દીવો, મિણબત્તી, ટૉર્ચ કરો અને એકજૂટતાનો સંદેશઆપો. પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશમાં કહ્યુ કે આ રવિવારે એટલે કે 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોના સંકટના અંધકારને પડકારવાનો છે. તેને પ્રકાશની તાકાતનો પરિચય આપવાનો છે. આ પાંચ એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓએ મહાશક્તિનુ જાગરણ કરવાનુ છે.
પીએમે કહ્યુ 130 કરોડ લોકોના મહાસંકલ્પને નવી ઉંચાઈઓએ લઈ જવાનો ચે. 5 એપ્રિલના રોજ રાતે નવ વાગે તમારા બધાની નવ મિનિટ ઈચ્છુ છુ. પાંચ એપ્રિલે રવિવારે રાતે ન વાગે, ઘરની બધી લાઈટો બંધ કરીને ઘરના દરવાજા કે બાલકનીમાં ઉભા રહીને નવ મિનિટ સુધી મિણબત્તી, દીવો, ટૉર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ કરો. પીએમ મોદીએ કહ્યુ કે એ પ્રકાશમાં, એ રોશનીમાં, એ ઉજાશમાં આપણે પોતાના મનમાં એ સંકલ્પ કરવાનો છે કે પણે એકલા નથી, કોઈ પણ એકલુ નથી. 130 કરોડ દેશવાસી એક જ સંકલ્પ સાથે કૃતસંકલ્પ છે. તેમણે કહ્યુ કે મારી બીજી એક પ્રાર્થના છે કે આયોજન સમયે કોઈ પણ ક્યાંય પણ ભેગા નહિ થાય. રસ્તામાં, ગલીઓ કે મોહલ્લામાં જવાનુ નથી, પોતાના ઘરના દરવાજે કે બાલકનીથી જ આને કરવાનુ છે.












Click it and Unblock the Notifications
