For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી વિશ્વભારતી વિશ્વ વિદ્યાલયના શતાબ્દી સમારંભને આજે કરશે સંબોધિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ સ્થિત વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના શતાબ્દી સમારંભને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

PM Narendra Modi to address centenary celebrations of Visva Bharati University Today: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ સ્થિત વિશ્વ ભારતી વિશ્વ વિદ્યાલયના શતાબ્દી સમારંભને સંબોધિત કરશે. તેમનુ આ સંબોધન વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સવારે 11 વાગે થશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિશે વાત કરીને ટ્વિટ પણ કર્યુ હતુ જેમાં તેમણે કહ્યુ, 'વિશ્વભારતી વિશ્વવિદ્યાલય, શાંતિ નિકેતનના શતાબ્દી સમારંભને સંબોધિત કરીવાની પ્રતીક્ષામાં છુ, કે જે દેશની અતિ મહત્વપૂર્ણ સંસ્થાઓમાંની એક છે અને ગુરુદેવ ટાગોર સાથે પણ જોડાયેલી છે, સંબોધન માટે 24 ડિસેમ્બરે 11 વાગે જોડાવ.'

અમુક ખાસ વાતોઃ

  • વિશ્વભારતી વિશ્વવિદ્યાલયની સ્થાપના 1921માં રવિન્દ્રનાથ ટાગોરે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન નગરમાં કરી.
  • આ ભારતના મુખ્ય કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાંનુ એક છે.
  • રવિન્દ્રનાથ ટાગોરના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે 1863માં પોતાનુ સાધના માટે કોલકત્તા પાસે બોલપુર નામના ગામમાં એક આશ્રમની સ્થાપના કરી જેનુ નામ 'શાંતિ નિકેતન' રાખ્યુ હતુ.
  • આ જગ્યાએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે બાળકોના શિક્ષણ માટે એક પ્રયોગાત્મક વિદ્યાલય સ્થાપિત કર્યુ હતુ જે પ્રારંભમાં બ્રહ્મ વિદ્યાલય અને બાદમાં 'શાંતિ નિકેતન'ના નામથી જાણીતુ બન્યુ.
  • આજે શાંતિ નિકેતનનુ નામ વિશ્વભારતી છે જ્યાં લગભગ 6000 છાત્રો ભણે છે.
  • આ જગ્યા કોલકત્તાંથી 180 કિમી ઉત્તર તરફ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત છે.
  • મે,1951માં સંસદો એક અધિનિયમ હેઠળ વિશ્વભારતીને એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ઘોષિત કરવામાં આવી હતી.
  • છાત્રોને પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ મેળવવુ જોઈએ, પોતાના આ વિચારોને ધ્યાનમાં રાખીને રવિન્દ્રનાથ ટાગોરે 'શાંતિ નિકેતન'ની સ્થાપના કરી હતી.
English summary
PM Modi to address the centenary celebrations of Visva-Bharati University in Shantiniketan, West Bengal, via video conferencing today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X