For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Yaas: ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે યાસ, PM આજે કરશે હાઈ લેવલ બેઠક

Cyclone Yaas: ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે યાસ, PM આજે કરશે હાઈ લેવલ બેઠક

|
Google Oneindia Gujarati News

ચક્રવાતી તોફાન તૌકતે બાદ હવે દેશના પૂર્વ તટીય ક્ષેત્રોમાં ચક્રવાત યાસનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ચક્રવાત યાસને લઈ અલર્ટ જાહેર કર્યું છે. આઈએમડીએ અલર્ટ જાહેર કરતા કહ્યું કે 26 મેના રોજ ચક્રવાત યાસ બહુ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે, જે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના તટને પાર કરશે. હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીમાં ઉઠનાર ચક્રવાતી તોફાન યાસ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે, કેમ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની રહ્યો છે. હવામાન ખાતાએ કહ્યું કે 23 મેથી લઈ 26 મે સુધી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં ખતરો છે.

પીએમ મોદી આજે સમીક્ષા બેઠક કરશે

પીએમ મોદી આજે સમીક્ષા બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે વાવાઝોડાં યાસની તૈયારીઓની સમીક્ષા બેઠક કરશે. હાઈ લેવલ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વરિષ્ઠ સરકારી અધિકારી, વીજળી, નાગરિક ઉડ્ડયન, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના પ્રતિનિધી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ અને અન્ય મંત્રી પણ સામેલ થશે.

યાસથી નિપટવા સેના તૈયાર

યાસથી નિપટવા સેના તૈયાર

હવામાન ખાતાના એલર્ટને જોતાં ભારતીય સેનાએ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં એન્જીનિયર અને ટાસ્ક ફોર્સની તહેનાતી કરી છે. જ્યારે નૌસેના વાવાઝોડાંના સંભાવિત ખતરાથી નિપટવા માટે પૂર રાહત અને બચાવની 8 ટીમ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ મોકલી દેવામાં આવી છે.

24થી 26 કલાક એલર્ટ રહો

24થી 26 કલાક એલર્ટ રહો

હવામાન વિભાગે કહ્યું કે 23 મેની સવાર સુધી બંગાળની ખાડીના પૂર્વ-મધ્ય ક્ષેત્રમાં વિક્ષોભમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. જે ઉત્તર-પશ્ચિમ તરફ વધી શકે છે અને 24 મે સુધી તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે અને 25 મે સુધી એક ગંભીર વાવાઝોડું બનશે. હવામાન ખાતાએ કહ્યું કે 26 મેની સવાર સુધી પશ્ચિમ બંગાળની ઉત્તરી ખાડી, ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટ પર યાસ ચક્રવાત પહોંચશે. 26 મેની સાંજ સુધી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટને પાર કરવાની સંભાવના છે.

English summary
PM Modi to hold high level review meeting on Cyclone Yaas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X