For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનનુ ભૂમિ પૂજન કરશે પીએમ મોદીઃ ઓમ બિરલા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે દિલ્લીમાં બનવા જઈ રહેલ સંસદ ભવનની નવી ઈમારતનુ ભૂમિ પૂજન કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 ડિસેમ્બરે દિલ્લીમાં બનવા જઈ રહેલ સંસદ ભવનની નવી ઈમારતનુ ભૂમિ પૂજન કરશે. આ અંગેની માહિતી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આપી છે. ઓમ બિરલાએ કહ્યુ કે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે નવા સંસદ ભવનના ભૂમિ પૂજનનો સમારંભ 10 ડિસેમ્બરે બપોરે 1 વાગે આયોજિત કરવામાં આવશે. સમારંભની શરૂઆત પ્રધાનમંત્રી દ્વારા ભૂમિ પૂજન સાથે થશે. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર અમે નવા સંસદ ભવનમાં બંને ગૃહોનુ સત્ર શરૂ કરીશુ.

om birla

માહિતી મુજબ આ નવી ઈમારતમાં ભારતના લોકતાંત્રિક વારસાને દર્શાવવા માટે એક ભવ્ય બંધારણ હૉલ, સંસદના સભ્યો માટે એક લાઉન્જ, એક પુસ્તકાલય, ઘણા સમિતિ કક્ષ, ડાઈનિંગ એરિયા અને પૂરતી પાર્કિંગ પ્લેસ પણ હશે. અધિકારીઓનુ કહેવુ છે કે અધિકૃત રીતે પીએમ મોદીને આમંત્રિત કરવા માટે ઓમ બિરલા તેમને મળવા તેમના આવાસ પર પણ ગયા હતા. આ નવી ઈમારતને ટ્રાયએંગલની જેમ ડિઝાઈન કરવામાં આવશે અને તેને વર્તમાન કૉમ્પ્લેક્સ પાસે બનાવવામાં આવશે.

ઈમારતને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા 861.90 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે. આને તૈયાર થવામાં લગભગ વર્ષનો સમય લાગી જશે. કેન્દ્રીય લોક નિર્માણ વિભાગે આની કિંમતનુ અનુમાન 940 કરોડ લગાવ્યુ હતુ. જો કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપીના સુપ્રિયા સૂલેએ ઈમારતના નિર્માણના સમય અંગે સરકાર પર નિશાન સાધ્યુ હતુ. તેમનુ કહેવુ હતુ કે સરકારની પ્રાથમિકતામાં આ ઈમારત આવે છે જ્યારે દેશ હજુ પણ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે.

7 વર્ષ બાદ આજે જેલમાંથી બહાર આવ્યો આસારામનો પુત્ર નારાયણ7 વર્ષ બાદ આજે જેલમાંથી બહાર આવ્યો આસારામનો પુત્ર નારાયણ

English summary
PM Modi to lay foundation of new parliament building on 10 december: Lok Sabha speaker Om Birla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X