Delhi Assembly Elections 2020: PM મોદીએ દિલ્લીના યુવાનોને કરી ખાસ અપીલ
શનિવાર સવારે આઠ વાગ્યાથી દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બધા મતદારોને અપીલ કરી.
શનિવાર સવારે આઠ વાગ્યાથી દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાન પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ કે બધા મતદારોને મારી અપીલ છે કે તે વધુમાં વધુ સંખ્યામાં લોકતંત્રના આ મહોત્સવમાં ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે, ખાસ કરીને યુવાનો આજે રેકોર્ડ તોડ મતદાન કરે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદીની જેમ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પોતાના ટ્વિટમાં લોકોને મત આપવાની અપીલ કરી છે અને તેમણે લખ્યુ છે કે દિલ્લીમાં આજે યોજાનાર ચૂંટણીમાં એક ઈમાનદાર, પારદર્શી, ભ્રષ્ટાચાર મુક્ત અને જનહિતને સમર્પિત સરકાર ચૂંટવા માટે મત આપો, મત આપવો તમારો અધિકાર છે. તમારો એક મત દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.
મતદાન માત્ર આપણો અધિકાર નથી, આપણી શક્તિ છે
વળી, ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે પણ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે પણ ટ્વિટ કર્યુ છે કે મતદાન માત્ર આપણો અધિકાર નથી પરંતુ આપણી શક્તિ છે. હું દરેક દિલ્લીવાસી અને ખાસ કરીને યુવાનોને તેમજ પહેલી વાર મત આપનાર મતદારોને અપીલ કરુ છુ કે તે પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરે અને લોકતંત્રના સૌથી મોટા તહેવારમાં ભાગ લે.
સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન
તમને જણાવી દઈએ કે આજે દિલ્લી વિધાનસભાની 70 સીટો પર સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મતદાનમાં 14786382 મતદારો કુલ 672 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરશે. મતદાન માટે 13750 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત 6 રાષ્ટ્રીય દળો ઉપરાંત આપ અને અન્ય રજિસ્ટર્ડ રાજ્યસત્રીય પાર્ટીઓના કુલ 672 ઉમેદવાર (593 પુરુષ અને 79 મહિલા) ચૂંટણી મેદાનમાં છે. આમાં 148 અપક્ષ ઉમેદવાર પણ શામેલ છે.
दिल्ली विधानसभा चुनाव के लिए आज मतदान का दिन है। सभी मतदाताओं से मेरी अपील है कि वे अधिक से अधिक संख्या में लोकतंत्र के इस महोत्सव में भाग लें और वोटिंग का नया रिकॉर्ड बनाएं।
— Narendra Modi (@narendramodi) February 8, 2020
Urging the people of Delhi, especially my young friends, to vote in record numbers.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
