For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17 જુલાઈએ UNની 75મી વર્ષગાંઠ પર પીએમ મોદીનુ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન

યુએનની 75મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર ન્યૂયોર્કમાં યોજાનાર કાર્યક્રમને પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

17 જુલાઈએ પીએમ મોદીનુ યુએનએસસીમાં સંબોધન હશે, યુએનની 75મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર ન્યૂયોર્કમાં યોજાનાર કાર્યક્રમને પીએમ મોદી વર્ચ્યુઅલી સંબોધિત કરશે. યુએનમાં ભારતના પરમેનેન્ટ પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિના જણાવ્યા મુજબ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પીએમ મોદીનુ યુએનમાં આ પહેલુ ભાષણ હશે જેના પર આખા વિશ્વની નજર છે. પીએમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી ત્યારે તેમણે આખા વિશ્વમાંથી આતંકવાદ સામે એક થવાનુ આહવાન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત બે વર્ષ માટે સુરક્ષા પરિષદનુ અસ્થાયી સભ્ય ચૂંટવામાં આવ્યુ છે તેને 192માંથી 184 મત મળ્યા હતા.

PM Modi

પાંચ સ્થાયી અને 10 બિન સ્થાયી સભ્ય

તમને જણાવી દઈએ કે યુએનએસસીમાં પાંચ સ્થાયી અને 10 બિન સ્થાયી સભ્ય હોય છે. સ્થાયી સભ્યોમાં ચીન, રશિયા, યુકે અને યુએસ શામેલ છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે યુએનએસસીની મહાસભા બે વર્ષના કાર્યકાળ માટે પાંચ બિન સ્થાયી સભ્યોની ચૂંટણી કરે છે જેમાં ભારત આગલા કાર્યકાળ એટલે કે 2021 અને 2022 માટે એક બિન સ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યુ છે.

સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય છ અંગોમાંથી એક અંગ છે જેની કામ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવી. પરિષદને અનિવાર્ય નિર્ણયોને ઘોષિત કરવાનો પણ અધિકાર છે. આવા કોઈ નિર્ણયને સંયુક્ત સુરક્ષા પરિષદ પ્રસ્તાવ કહેવામાં આવે છે.

હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં બોલાવી કરતા હતા રેપ, 5 છોકરીઓએ ખુલાસો કર્યોહાઇ પ્રોફાઇલ પાર્ટીમાં બોલાવી કરતા હતા રેપ, 5 છોકરીઓએ ખુલાસો કર્યો

English summary
PM Modi will address virtually for UN ECOSOC on 17 July in New York, on eve of 75th anniversary of UN.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X